દરેક થિયેટરોમાં દર શુક્રવારે નવી નવી મુવી લાગતી રહે છે. ભારત દેશમાં બૉલીવુડ દ્વારા દર વર્ષે અંદાજે દોઢસો થી પણ વધુ મુવી બનાવવામાં આવે છે, પરંતુ આમાંની ઘણી એવી હોય છે કે જે કોઈને કોઈ વિવાદના કારણે તમારા સુધી પહોંચી શકી નથી. આ પિક્ચરો નું શૂટિંગ તો પૂર્ણ થાય છે, પરંતુ કોઈના કોઈ વિવાદના કારણે તે તમારા થિયેટર સુધી પહોંચી શકતી નથી. તો ચાલો જાણીએ કઈ છે એવી પાંચ મેગા મુવી કે જે થિયેટર સુધી નથી પહોંચી શકી.
તલિસ્માન:-
વિધુ વિનોદ ચોપડા દ્વારા બનાવવામાં આવેલી આ મુવીની અંદર અમિતાભ બચ્ચન લીડ એક્ટર તરીકે કાર્ય કરી રહ્યા હતા. આ મુવી નું શૂટિંગ પૂરું થઇ ગયું હતું તથા તેનું ટ્રેલર લોન્ચ થઈ ગયું હતું. પરંતુ અમુક કારણોને કારણે આ મુવી થિયેટર સુધી પહોંચી શકી ન હતી.
દસ :-
વર્ષ 2005માં રીલિઝ થયેલી ફિલ્મ દસ આનાથી પહેલા વર્ષ 1996માં સલમાન ખાન અને સંજય દત્ત દ્રારા આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મમાં આવેલું એક ગીત “સુનો ગોર સે દુનિયા વાલે” પણ ખૂબ જ મશહૂર થયું હતું, પરંતુ આ ફિલ્મના ડાયરેક્ટર મુકુલ આનંદની એક્સિડન્ટમાં મોત થવાના કારણે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ શક્યું ન હતું.
કામસૂત્ર થ્રીડી:-
રૂપેશ પાલ દ્વારા દિગ્દર્શક કરવામાં આવેલી આ ફિલ્મની અંદર શાર્લિન ચોપડા એ લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. આ ફિલ્મ દ્વારા શર્લિન ચોપડા પડદા પર આગ લગાવી દેવા ની હતી. આ ફિલ્મનું સ્ક્રિનિંગ પણ થઇ ગયું હતું અને ફિલ્મ એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ પણ થઈ ગઈ હતી, પરંતુ કમનસીબે ભારત દેશની અંદર આ ફિલ્મ રીલિઝ થઇ શકી ન હતી.
કછી કુછી હોતા હૈ:-
આ એક એનિમેટેડ મૂવિ હતી. જેની અંદર 3 કુતરાઓ ની કહાની દર્શાવવામાં માં આવી હતી. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શને બનાવી હતી અને તેનું ટ્રેલર પણ 1998માં રિલીઝ થઈ ગયું હતું. પરંતુ અમુક વિસંગત કારણોને કારણે આ ફિલ્મ પડદા સુધી પહોંચી શકી ન હતી.
ટાઈમ મશીન :-
શેખ કપુર દ્વારા બનાવવામાં આવેલી આ મુવી ની અંદર આમિર ખાન, રવીના ટંડન, રેખા અને ગુલશન ગ્રોવર લીડ રોલમાં કામ કરી રહ્યા હતા. પરંતુ આ મુવી પણ અમુક કારણોસર થિયેટર સુધી પહોંચી ન શકી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.