જાણો એક સંત થી એક સફળ વ્યાપારી થવા ની કહાની

હરિયાણાના સૈદ અલીપુર ગામમાં નીચલી જાતિમાં જન્મેલા એક ગરીબ ખેડૂતના દીકરા રામદેવ નું નાનપણનું નામ રામ કિશન યાદવ હતું. રામદેવે નાનપણમાં જ પોતાના પરિવારથી દૂર જઇ, હિમાલયમાં અનેક તપ કર્યા હતા. તથા અનેક પ્રકારના યોગનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ બાબા રામદેવ લોકો સમક્ષ આવી લોકોને સ્વસ્થ રહેવા માટે યોગના ફાયદા તથા યોગ કરવાની રીત નું જ્ઞાન આપવાની શરૂઆત કરી.

ધીમે ધીમે બાબા રામદેવ ની પ્રસિધ્ધિ સમગ્ર ભારત દેશમાં ફેલાતી ગઈ. અને તેના કરોડો અનુયાયીઓ બની ગયા. લોકો બાબા રામદેવ પાસેથી દરેક પ્રકારના યોગનું શિક્ષણ લેતા તથા પોતાની બીમારી દૂર કરવા માટેનો હાલ શોધતા.

ત્યારબાદ બાબા રામદેવે આયુર્વેદિક પદ્ધતિથી લોકોની સારવાર માટે એક ચિકિત્સાલય તથા આયુર્વેદિક દવાઓ બનાવતી એક કંપનીની સ્થાપના કરી. જેનું નામ મહાન યોગ ગુરુ પતંજલિ ના નામ પરથી રાખવામાં આવ્યું. ધીમે ધીમે આ કંપનીની પ્રોડક્ટ પોતાની ગુણવત્તા અને વ્યાજબી ભાવના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનતી ગઈ.

વર્ષ 2010 અગિયારમાં આ કંપનીએ અંદાજે ૩૧૭ કરોડનો વેપાર કર્યો હતો. ધીમે ધીમે આ કંપનીની ખ્યાતિ અને પ્રોડક્ટ વધતા વર્ષ 2015-16માં આ વેપાર 15 ગણો વધીને પાંચ હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. તથા બાબા રામદેવ ઘોષણા કરી હતી કે વર્ષ 2016- 17 માં આ આંકડો ડબલ થઈ, દસ હજાર કરોડ સુધી પહોંચી શકે તેમ છે.

વર્ષ 2016 – 17 માં પોતાનો નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કર્યા બાદ બાબા રામદેવ 2018-2019ની સાલ માં આ લક્ષ્યાંકને વીસ હજાર કરોડ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે. આમ એક નાના એવા ઉદેશ્યથી શરૂ કરવામાં આવેલી આ કંપની કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.

તાજેતરમાં જ બાબારામદેવ તથા તેના અનુયાયીઓ અનેક દેશના ચક્કર કાપી રહી છે. કેમકે, આગળ જતાં બાબારામદેવને પોતાની કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની યોજના છે. જો આમ થશે તો સ્વાભાવિક છે કે આ કંપની કે જેનું હાલનું ટર્ન-ઓવર હજારો કરોડ છે તે કદાચ લાખો કરોડમાં ફેરવતા વાર નહિ લાગે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *