ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક નાનું એવું ગામ આવેલું છે ભગુડા. જ્યાં સાક્ષાત મા મોગલ વસે છે. પોતાની કૃપા ભગુડા ગામ ની અંદર આઈ શ્રી મોગલ ગામ આવેલું છે.જય માં મોગલ હાજરાહજૂર રહે છે. આ સ્થાન પર મોગલ આઈ દ્વારા અનેક પવિત્ર ઘટનાઓ બની છે.
આમ તો આ સ્થાનક ચારણ અને ગઢવી માટે આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ અહીં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ના મોગલ ની કૃપા મેળવવા માટે આવે છે. અહીં આવીને લોકો પોતાની જાતને ધન્ય સમજે છે. તથા આઇ મોગલ ના અસીમ આશીર્વાદ મેળવે છે.
અહીં આવનારા ભક્તો પૂરી શ્રદ્ધાથી માની ભક્તિ કરે છે. તથા માને લાપસી નો પ્રસાદ ચઢાવે છે. આઇ મોગલ ને લાપસીનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. આથી ભક્તો અહીં માતાને પ્રિય વાલા પ્રસાદ ચઢાવી પોતાની જાતને ધન્ય સમજે છે.
પ્રકૃતિના ખોળે આવેલું આ ગામ અનેક શ્રદ્ધાળુઓ માટે એક યાત્રાધામ તરીકે વિકસાવ્યું છે. અહીં દીન-દુઃખી આવો પોતાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આઈ શ્રી મોગલ માં ના માનતા માને છે. જેને તરવેડો પણ કહેવામાં આવે છે. ભક્તોની શ્રદ્ધા છે કે, આમ કરવાથી મા મોગલ તેના દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે તથા એ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે.
આ ગામમાં વર્ષમાં બે વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં આસો માસની નવરાત્રી અને ચૈત્ર માસની નવરાત્રી એમ બંને નવરાત્રી મહોત્સવ મનાવવામાં આવે છે આ ગામના લોકો નવરાત્રીને ખૂબ ધૂમધામથી ઉજવે છે. અને શ્રધ્ધાળુઓ પણ આ નવરાત્રીનાં નવ દિવસો સુધી રાસગરબા કરીને પોતાને ધન્ય સમજે છે.
આ ગામમાં આઈ મોગલ વર્ષો સુધી ઉપાસના કરી અને સિદ્ધિ હાંસલ કરી તથા ગામના અનેક દુખિયાના દુખ દૂર કર્યા. અને ત્યારબાદ તેણે સમાધિ લઈ લીધી હતી. તેની સમાધિ લીધા બાદ પણ હજી સુધી મા મોગલ નો પરચો અહીં આપેલા જેવો જ છે. આજે કોઈપણ ભક્ત જો પૂરી શ્રદ્ધાથી અને સાચા દિલથી માનતા માને છે. તો મા મોગલ તેની આ મનોકામના પૂર્ણ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…