ભારત દેશના વિવિધ ભાગો ની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને ખાવામાં આવે છે. પરંતુ જો કોઈ એક વાનગી ની વાત કરવામાં આવે કે જે ભારતના દરેક જગ્યાએ બનાવવામાં આવે છે, તો તે છે આલુ પરોઠા. આલુ પરોઠા એક એવી વસ્તુ છે કે જે કોઈપણ વ્યક્તિ નાસ્તામાં, બપોરના જમવામાં કે સાંજના જમવામાં પણ લઇ શકે છે. આલુ પરોઠા ખાવા માટે લોકોને કોઈ સમય જોવાની જરૂર પડતી નથી.
આ ઉપરાંત આપણે ત્યાં અનેક પ્રકારના આલુ પરોઠા બનાવવામાં આવે છે. તથા તેને અલગ અલગ વસ્તુઓ સાથે ખાવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવા જ એકદમ લિજ્જત દાર આલુ પરોઠા બનાવાની રેસીપી જે વાંચીને જ તમારા મોંમાં આવી જશે પાણી.
આલુ પરોઠા બનાવવા માટેની સામગ્રી:-
બે કપ ઘઉંનો લોટ, મોણ માટે 2 ચમચી તેલ, ઝીણા સમારેલા ધાણા ના પાન, 500 ગ્રામ બાફેલા બટેટા, થોડું ધાણાજીરુ, 1 ચમચી મરી પાઉડર, 1 ચમચી લાલ મિર્ચ, નિમક સ્વાદ અનુસાર, ઝીણી સમારેલી ડુંગળી.
આલુ પરોઠા બનાવવા માટેની રીત:-
1. સૌપ્રથમ એક બાઉલમાં બે કપ ઘઉંનો લોટ લો. ત્યારબાદ તેમાં જરૂર અનુસાર મીઠું નાખો. આ ઉપરાંત તેની અંદર ઝીણી સમારેલી કોથમીર અને ચપટી ધાણાજીરું ઉમેરો.
2. ત્યાર બાદ તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી તેના પરોઠાં બનાવી શકાય તેટલો પોચો લોટ બનાવો.
3. હવે એક બાઉલમાં 500 ગ્રામ બાફેલા બટેટાને એકદમ છુંદી લો.
4. હવે આ બટાટા ની અંદર લાલ મરચું પાઉડર, મરી પાઉડર, ડુંગળી અને થોડી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
5. અહીં તમે બટાટા નો મસાલો બનાવવા માટે તેલ અને ડુંગળીનો વઘાર કરીને પણ તેમાં બટાટા અને બીજા મસાલા નાખીને ફીલીંગ નો મસાલો બનાવી શકો છો.
6. હવે આલુ પરોઠા બનાવવા માટે સૌપ્રથમ તમે બનાવેલા લોટમાંથી એક લુવો લઇ તેમાં થી નાની બે રોટલી બનાવો.
7. હવે તેના પર બટાટાનો થોડો મસાલો મૂકો અને તેના ઉપર બીજી રોટલી મૂકી અને રોટલી ને બરાબર પેક કરી દો.
8. હવે બે રોટલી ના પડની વચ્ચે બટાટાનો માવો આવી જશે ત્યારબાદ આ રોટલીને પરાઠાની સાઇઝમાં વણી લો.
9. હવે આ પરાઠાને નોનસ્ટીક પેન ની અંદર થોડા તેલ વડે શેકીલો અહીં તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો.
10. બસ આ રીતે તૈયાર છે ગરમાગરમ આલુ પરાઠા. જેને તમે દહીં સાથે, ચા સાથે કે અન્ય તમારી મનભાવતી ચટણી સાથે સર્વ કરી શકશો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.