છાશને ભોજનનું અમૃત માનવામાં આવે છે. અને તેમાં પણ કાઠિયાવાડમાં છાશ પીવા નુ મહત્વ ખૂબ જ વધુ છે. કાઠીયાવાડી ભોજન ક્યારેય પણ છાશ વિના પૂરું થઈ શકતું નથી. અહીંના લોકો જમ્યા બાદ જરૂરથી છાશ પીવે છે. સામાન્ય રીતે દહી માથી બનાવવામાં આવતી આ છાશ આપણું ભોજન પૂર્ણ કરે છે. પરંતુ જો તેને આયુર્વેદિક પદ્ધતિથી પીવામાં આવે તો તે બની શકે છે આપણા માટે સ્વાસ્થ્યપ્રદ.
બપોરે અને સાંજે જમ્યા બાદ જ્યારે તમે છાશ પીવો ત્યારે તેમાં ભેળવો મધ. તમને વાંચીને નવાઈ લાગશે પરંતુ આ એક સત્ય હકીકત છે. તમે જ્યારે પણ છાશ પીવો ત્યારે તેમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી તમારા ભોજનનો સ્વાદ વધારતી છાશ તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ગુણકારી. તો ચાલો જાણીએ આ સાથે મધ મેળવીને પીવાથી શરીરને થતા ફાયદા.
આંખોની રોશની વધારવા
મધમાં અનેક ફૂલોનો રસ ભળેલ હોય છે. આથી જો મધને છાશ સાથે ભેળવીને પીવામાં આવે તો તે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મધ મેળવેલી છાશનો નિયમિત સેવન કરવાથી તમારી આંખોની રોશની તેજ બને છે આંખોને લગતી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.
યાદ શક્તિ વધારવા
મધનું સેવન કરવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે અને આથી જ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો પોતાના બાળકોને મધ ખવડાવે છે. જો તમારે પણ તમારા બાળક ની યાદ શક્તિ વધારવી હોય તો તેની છાશમાં પણ ભેળવી દો એક ચમચી મધ.
વજન ઉતારવા
જો રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં મધ એક ચમચી ભેળવીને પીવામાં આવે તો તે તમારા શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે. અને આ પ્રયોગ ત્રણ થી ચાર મહિના કરવાથી તમારા પેટની ચરબી ધીમે ધીમે ઓગણવા લાગે છે અને તમે તમારું વજન કંટ્રોલમાં રાખી શકો છો.
એનર્જી વધારવા માટે
ઉનાળાની સિઝનમાં કે અન્ય કોઈપણ સમયે જો તમને અશક્તિ જેવું લાગતું હોય તો એક ગ્લાસ પાણી ની અંદર 1 ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવીને પી જાવ. મધ એક કુદરતી શક્તિવર્ધક દ્રવ્ય છે જે તમારા શરીરની એનર્જી વધારે છે તથા તમને લખતા થાકને દૂર કરે છે.
બીમારીથી બચવા
જો મને એક ગ્લાસ દૂધ સાથે મેળવીને પીવામાં આવે તો તે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક છે. મધ ભેળવેલું આ દૂધ તમારા શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો ને પૂરા પાડે છે. જેને કારણે તમને પેટ સંબંધી હદય સંબંધી એ મગજ સંબંધી કોઈપણ બીમારીમાંથી રાહત મળે છે.
આમ જો મને યોગ્ય વસ્તુ સાથે ભેળવીને પીવામાં આવે તો તે આપણા શરીરને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. આથી રોજ જમ્યા બાદ પીવામાં આવતી છાશમાં એક ચમચી મધ મેળવીને પીવાથી છાસ નો સ્વાદ પણ વધશે તથા સાથે સાથે તમારા શરીર અનેક બિમારીઓથી દૂર રહેશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.