તમારી આંખો તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. જે લોકોની આંખ સુંદર હોય તે લોકો આપમેળે જ સુંદર લાગે છે. આજના ટેકનોલોજી યુગમાં વધુ પડતા મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગના કારણે લોકોની આંખોમાં ધીમે ધીમે સમસ્યાઓ વધતી જાય છે. આજે અનેક લોકો આંખમાં બળતરા, આંખોના નંબર, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ જેવી બીમારીઓથી પીડાય છે. લોકો આ બીમારી ની સમસ્યા દૂર કરવા માટે અનેક ઉપચારો કરે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા રસોડામાં વપરાતી કાકડીના અમુક એવા ઉપાય, કે જે કરવાથી તમારી આંખોને લગતી આ સમસ્યાઓ થશે દૂર.
આંખોને ઠંડક આપે છે:-
કાકડીમાં કુદરતી રીતે જ ઠંડકનો ગુણો હોય છે. આથી જો કાકડીની સ્લાઇસને તમારી આંખો પર રાખવામાં આવે તો તે તમારી આંખોને ઠંડક પહોચાડે છે. વધુ પડતા કૉમ્પ્યુટર કે મોબાઇલ નો ઉપયોગના કારણે જો તમારી આંખો બળતી હોય તો તમારી આંખો પર દસથી પંદર મિનિટ કાકડીની સ્લાઇસ રાખવાથી તમારી આંખો માં બળતરા બંધ થઈ જાય છે અને તમારી આંખોને ઠંડક મળે છે.
આંખની આસપાસ નો સોજો ઓછો કરે છે:-
રાત્રે સૂતા પહેલા જો કાકડીની સ્લાઇસને તમારા આંખ ઉપર રાખવામાં આવે, તો આંખોની આસપાસ અચાનક આવી જતા સોજા થી તમને રાહત મળે છે. એ માટે દરરોજ રાત્રે સૂતા સમયે 10 થી 15 મિનિટ સુધી તમારી આંખો પર કાકડી ની સ્લાઈસ રાખવી.
કરચલીઓ દૂર કરશે:-
કાકડી ની અંદર કુદરતી રીતે જ એન્ટિઓક્સિડન્ટ હોય છે. તેની અંદર રહેલા એન્ઝાઇમ તમારી આંખોની નીચે રહેલી ત્વચાની કરચલીઓને દૂર કરે છે આ ઉપરાંત તેમાં રહેલી ફાઈન લાઇનને પણ દુર કરે છે. આ માટે દિવસ દરમ્યાન કોઈ પણ સમયે તમારી આંખ ઉપર કાકડીની સ્લાઇસ રાખવી. આ પ્રયોગ અંદાજે એક મહિના સુધી કરવાથી તમે આ કરચલીઓ અને ફાઈન લાઇન ની સમસ્યામાંથી રાહત મેળવી શકશો.
સૂર્યના યુવી કિરણોથી બચાવશે:-
ઉનાળાના સમયમાં વધુ પડતા બહાર રહેવાના કારણે તમારી આંખોમાં બળતરા થવા મંડે છે. આવા સમયે કાકડી એ ખૂબ જ કારગર ઉપાય સાબિત થાય છે. જ્યારે તમને સૂર્યના યુવી કિરણોના કારણે તમારી આંખોમાં બળતરા ઉત્પન્ન થાય ત્યારે તમારી આંખ પર કાકડી રાખવાથી તરત જ રાહત મળે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.