જાણો દરેક શુભ કાર્ય શા માટે શ્રીફળ ફોડીને જ કરવામાં આવે છે.?

સૌને ખ્યાલ છે કે કોઇપણ સારા કામ કે કોઈ પૂજા વિધિ કે અન્ય કોઇપણ શુભ કાર્ય ની શરૂવાત શ્રીફળ વધેરીને કરવામાં આવે છે. શ્રીફળ વધેરવાની પરંપરા બહુ જૂની અને પ્રચલિત છે.

હિંદુ ધર્મ માં શ્રીફળ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રીફળ ને વધેરી પ્રસાદી તરીકે આપવામાં આવે છે. સનાતન ધર્મ માં શ્રીફળ ને “મંગલસૂત્ર” કહેવામાં આવ્યું છે. તંત્ર શાસ્ત્ર મુજબ આને નકારાત્મક ઊર્જા દુર કરતુ અને ભાગ્યસુચક માનવામાં આવ્યું છે. આ માટે જ એમને ‘શ્રીફળ’કહેવામાં આવે છે. સૌને ખ્યાલ છે કે હોળી જેવા પવિત્ર તહેવાર માં પણ હોલિકા માતા ને પણ શ્રીફળ હોમવામાં આવે છે અને તેની પ્રસાદી વહેચવા માં આવે છે.

શ્રીફળ નો આકાર પણ ખરેખર ઘણુંખરું કહી જાય છે. શ્રીફળ માં બે આંખ અને એક મોઢું હોય છે? શ્રીફળ વધેરવા નું કારણ એવું માનવામાં આવે છે કે એના થી અનિષ્ટ શક્તિઓના સંચાર પર અંકુશ આવે છે.  શ્રીફળનો સંસ્કૃતમાં અર્થ ‘શ્રી’ એટલેકે લક્ષ્મી થાય છે. હિન્દૂ ધર્મની પૌરાણિક પરંપરા મુજબ કોઇપણ કાર્ય લક્ષ્મી વગર હમેશા અધૂરું રહે છે.

હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નારિયેળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે.

નારિયેળના ઉપરના ભાગને કઠોર, અહંકારનું પ્રતિક માનવામાં આવે છે. જયારે તેની અંદરના ભાગને નરમ અને પવિત્ર માનવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ પોતાનો નવો ધંધો શરુ કરતો હોય અને ધર્મમાં આસ્થા રાખતો હોય તો એ નારિયેળ વધેરવાનું ક્યારેય નથી ભૂલતો. શ્રી નો અર્થ લક્ષ્મી થતો હોવાથી તમારી તિજોરી હંમેશા ભરી રહેશે એવું માનવામાં આવે છે. આથી હમેશા સર્વે કાર્યો શ્રીફળ ફોડીને જ કરવામાં આવે છે.

 

હિંદુધર્મ માં કોઇપણ લગ્નપ્રસંગે કે કોઈ શુભ કામ કરી ને આવ્યા હોય કે કોઈપણ કાર્ય માં સફળ થઇ ને આવ્યા હોય તો વાજતે ગાજતે સામૈયું કરવામાં આવે છે. જેમાં દરેક સ્ત્રીઓ પોતાના માથા પર લોટી માં શ્રીફળ મૂકી  વધાવે છે. પુરાતનકાળમાં પણ જયારે ભગવાન શ્રીરામ પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમનું પણ સામૈયું કરવામાં આવ્યું હતું.  અને હાલ ના સમય ની જ વાત કરીએ તો અષાઢી બીજ ના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું પણ સામૈયું કરવામાં આવે છે. તો આ રીતે શ્રીફળ અને સામૈયું બંને એકબીજા સાથે પુરાતનકાળ થી જોડાયેલા છે.

 

સંસ્કૃતમાં નારિયેળના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ કહેવાય છે. ઘર્મ અને આસ્થામાં આની અહેમિયત ખુબ જ વધી જાય છે. નાળીયેર વધેરવાની પરંપરા પાછળ એવું માણવા માં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ પોતાના અહંકારોનો ત્યાગ કરીને પોતાનું સર્વસ્વ ઈશ્વરને સોપી દે છે.  આ વધેરેલું નાળીયેર ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ, રાહુ, શનિની મહાદશા અને જાદુ ટોના વગેરેનો નાશ થાય છે. માટે શ્રીફળ ખુબજ પવિત્ર ગણાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *