Interesting Fact : પાણીમાં વધુ સમય રહેવાથી કેમ આંગળીઓ સંકોચાય છે, જાણી લો જવાબ…

તમે હંમેશા ધ્યાન આપ્યુ હશે કે વધુ સમય સુધી પાણીમાં રહેવા પર આપણા હાથ અને પગની ત્વચા સંકોચાઈ જાય છે. આવું બધાની સાથે જ થાય છે, પરંતુ કોઈને પણ આ વાતનો જવાબ ખબર હોતી નથી. તમે પણ અનેકવાર આવુ વિચાર્યું હશે, પણ તમને તેનો જવાબ નહિ મળ્યો હોય, તો તમને આજે તેનું કારણ જણાવી દઈએ, કે આખરે કેમ આવું થાય છે.બહુ જ લોકોએ નોટિસ કર્યુ હશે કે, આપણી ત્વચાની પરત પાણીમાં જવાને કારણે આંગળીઓ પર સૂજન આવી જાય છે અને થોડી વારમા તે સંકોચાઈ જાય છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો કોઈને Nerve Damageની સમસ્યા છે, તો તેમને આવું નહિ થાય. ક્યારેક એવું પણ જોવાય છે કે, કપડા ધોવા માટે લાંબા સમય સુધી હાથ પાણીમા રહે તો પણ આંગળીઓ સંકોચાઈ જાય છે. તમને આ કારણ જાણવુ ગમશે કે, આંગળીઓનું સંકોચાઈ જવુ એક ન્યૂરલ પ્રોસેસ છે. જે દિમાગને સંચાલિત કરે છે. હકીકતમાં પાણીમાં રહેવાને કારણે આપણી સ્કીનની નીચે રહેલી નસ સંકોચાઈ જાય છે. આ કારણે લોહી યોગ્ય રીતે હાથોમાં નથી પહોંચી શક્તું. આ કારણે આંગળીઓ સંકોચાઈ જાય છે.

તેનું હજી એક કારણ છે ડિફ્યુઝન. તેનો એક ફાયદો એમ પણ છે કે, જ્યારે આપણે સંકોચાઈ ગયેલી આંગળીઓછી કોઈ ભીની વસ્તુઓ ઉઠાવીએ છીએ, તો તે આપણા હાથમાથી છટકી નથી જતી. સંકોચાઈ ગયેલી આંગળીઓ એક ગ્રિપની જેમ કામ કરે છે. જેનાથી પકડ વધુ મજબૂત થાય છે.

આ વખતે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે આ બાબત જવાબ શોધી લીધો છે કે એવું કેમ થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સંકળાયેલી આંગળીઓથી ભીની વસ્તુઓ પકડવામાં સરળતા થાય છે અને હકીકતમાં સ્કીનની નીચેની રક્ત વાહિનીઓમાં બાધાને કારણે સ્કીન સંકળાઈ જાય છે.

તાજેતરમાં જ કરવામાં આવેલ રિસર્ચમા ભાગ લીધેલા લોકોને અલગ અલગ આકારની ભીની અને સૂકી વસ્તુઓ ઉઠાવવાનું જણાવવામાં આવ્યુ હતું. આ કામ તેમણે સૂકા અને 30 મિનીટ સુધી ગરમ પાણીમાં પલાળેલા હાથથી કર્યું હતું. આ કાર્ય કરવાથી માલૂમ પડ્યું કે, સંકોચાયેલી આંગળીઓવાળા હાથથી ભીના કંચોને ઉઠાવવું સૂકા હાથ કરતા વધુ સરળ હતું. પરંતુ ભીના હાથોથી સૂકી વસ્તુઓ ઉઠાવવાથી કોઈ અસર થઈ ન હતી.

યુનાઈટેડ કિંગડમની Newcastle Universityના એક વિકાસવાદી જીવ વિજ્ઞાની ટોમ સ્લમડર્સ કહે છે કે, તેનાથી અમને માલૂમ પડ્યુ કે, ભીના સામાનને સંભાળવાી પરિસ્થિતિઓમાં સંકોચાયેલી આંગળીઓ બિલકુલ એવી રીતે જ કામ કરે છે, જેમ ગાડીના પૈડા પર બનેલા ટ્રેડ્સ તેની ગ્રિપને વધુ મજબુત બનાવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું છે કે નહિ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *