આજકાલ ના સમય માં સ્માર્ટફોન નો ઉપયોગ ખુબજ વધી ગયો છે. દરેક પ્રકારના કામ આપણે સ્માર્ટફોન માં સરળતાથી કરી શકીએ છીએ. આજકાલ વસ્તુ ની ખરીદી થી લઇ ને કોઇપણ બીલ ભર્વાનું હોય અથવા પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો ગણતરીની પળો માં જ કરી શકીએ છીએ. પણ આ બધું ક્યારે થાય? જો તમારો સ્માર્ટફોન સરખો કામ કરતો હોય અને એની સ્પીડ વ્યવસ્થિત હોય ત્યારે.
અત્ત્યાર ના સમય માં ફોન ની મેમરી ફૂલ થઇ જવી અને હેંગ થવો આવી સમસ્યા ખુબજ પરેશાન કરતી હોય છે. ખાસ કરી ને જયારે આપને કોઈ અગત્યન નું કામ કરવા જઈ રહ્યા હોય અને ત્યારે જ ફોન ચોટી જાય તો કામ અટકી પડે છે. અહી અમે જણાવીશું કે આ સમસ્યા થી કેવીરીતે એક સેકન્ડ માં છુટકારો મેળવવો.
ફોન સ્લો થવાનું કારણ હોય છે મેમરી ફૂલ થવી, જયારે તમે ફોન વાપરતા હોવ છો ત્યારે એની પ્રોસેસ પ્રમાણે અમુક નકામી ફાઈલ તથા ફોલ્ડર બની જતા હોય છે જે મેમરી રોકે છે અને ફોન ને સ્લો કરી દ્યે છે અને હેંગ થાય છે. તો આને પહોચી વળવા આ ફોલ્ડર શોધી ને ડીલીટ કરવા પડે છે. એ ફોલ્ડર શોધવા માં સમય બગળે છે અને ક્યારેક એ ફોલ્ડર મળતા પણ નથી.
તો આના માટે ખુબજ સરળ ઉપાય છે તમે એવું એપ્લીકેશન વાપરો જે આ ફોલ્ડર શોધી ને ઓટોમેટીક ડીલીટ કરી દ્યે. પ્લે સ્ટોર માં એવા ઘણા બધા એપ્લીકેશન છે એમનું એક છે આ ‘Empty Folder Cleaner’ આ એપ્લીકેશન ઓપન કરી અને એમાં ડીલીટ એમ્પ્ટી ફોલ્ડર નામના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એ એપ્લીકેશન તમારા ફોન ના નાકમાં ફોલ્ડર શોધી અને ડીલીટ કરી દેશે. અને તમારા ફોન ની સ્પીડ વધી જશે.
મિત્રો આ સિવાય બીજા ઘણા બધા એપ્લીકેશન આવે છે જે તમને વધારા ની ફાઈલો ડીલીટ કરવામાં ખુબજ ઉપયોગી છે. એમાં તમે junk cleaner, memory boster, cache clener, memory optimisier વગેરે જેવા શબ્દો થી સર્ચ કરશો એટલે ઘણા બધા એપ્લીકેશન મળી રહેશે જે તમને મેમરી ક્લીન કરવામાં ઉપયોગી થશે.
લેખન અને સંકલન: દિવ્યા રાવલ