IELTS પાસ કરવા ઈચ્છતા દરેક મિત્રો માટે ખાસ અને મહત્વની ટીપ્સ…

અત્યારે યુવાનોમાં વિદેશમાં ભણવા જવાનો સારો ક્રેઝ ચાલે છે જેમાં મોટા ભાગના કોલેજના લોકો તેમની સ્નાતક ડીગ્રી પતાવીને અને ઘણા સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ બારમું ધોરણ ભણી લીધા પછી પણ જતા હોય છે. અત્યારે તો ૩૦ – ૩૫ વયના નોકરીયાત તેમજ ધંધાદારી લોકો પણ ભારત છોડી ને CANADA, GERMANY, AUSTRAILIA અને AMERICA જેવા દેશોની PRની ફાઈલ મુકતા હોય છે અને જીવનની, એક નવા દોર થી શરૂઆત કરે છે.આવામાં IELTS ની પરીક્ષાનુ પરિણામ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ દેશમાં ભણવા જવા માટે ઓછામાં ઓછા ૬ બેન્ડ જોઈએ. PRની ફાઈલ મુકવા માટે ૭ થી ૭.૫ બેન્ડ લાવવા તો અનિવાર્ય બની ગયા છે. આને કારણે જ, ઘણી વાર લોકો પાછા પડી જતા હોય છે…તેમનો સમય અને રૂપિયા બંને આની પાછળ વેડફાઈ જાય છે.આથી આજે અમે તમને IELTSની પરીક્ષા વિષે થોડી ટીપ્સ આપવા જઈ રહ્યા છે જેનાથી તમને જરૂર ફાયદો થશે.

૧. અત્યારે IELTSના કોચિંગ ક્લાસ ઠેર ઠેર આવી ગયા છે જે કોઈ પણ વિદ્યાર્થીને એક અથવા બે ડેમો લેકચર ફ્રી માં આપે છે. જો તમે IELTS ચાલુ જ કરવાના હોવ, તો ઓછામાં ઓછી ૪ થી ૫ જગ્યાએ ડેમો લેકચર ભરો; જેથી તમને કયા સાહેબ અથવા મેડમની રીત ફાવે છે તે સરખાવી શકો.
૨. ઘણી વાર લોકો, IELTS ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ પરીક્ષાની તારીખ લઇ લેતા હોય છે કે જેથી તેઓ જવાબદારીથી ભણી શકે, પણ હકીકતમાં આવું કરવાથી વિદ્યાર્થીને જ નુકસાન જાય છે. પરીક્ષા ની તારીખ લેતા પેહલા તમારા સાહેબ અથવા મેડમ પાસેથી સલાહ અચૂક લો.૩. જો તમે હજી વિદ્યાર્થી જ છો અને IELTSની તૈયારી કરી રહ્યા છો તો દિવસના ઓછામાં ઓછા 2 READING, 2 LISTENING, 2 WRITING અને 5 SPEAKING મોડ્યુલ ચુક્યા વગર કરો કે જેથી પરીક્ષા સમયે ENGLISH ભાષા ઉપર એક સારી પકડ આવી જાય. પણ જો તમે નોકરી અથવા ધંધો કરતા કરતા IELTS ની તૈયારી કરો છો તો દિવસનુ ઓછામાં ઓછુ 1 READING, 1 LISTENING, 1 WRITING અને 3 SPEAKING મોડ્યુલ કરવું જ.૪. IELTSની પરીક્ષા માટે CAMBRIDGE ખુબ જ મહત્વનુ પુસ્તક છે આ ઉપરાંત, બજાર તેમજ વેબ સાઈટ ઉપર અલગ અલગ લેખકો ના પુસ્તકો મળી રહે છે, ઉદાહરણ તરીકે 404, McCARTER, OXFORD, 101, PRACTICE TEST PLUS અને બીજા પણ ઘણા… બધા જે તમને પરીક્ષા માટે મદદરૂપ થઇ શકે છે.

૫. તમારી ભૂલો અને ગેરસમજણોનો તમારા સાહેબ અથવા મેડમ સાથે બેસીને બને એટલી જલ્દી ઉકેલ લાવી દો. બને ત્યાં સુધી SPEAKING મોડ્યુલ, કોઈ ભાઈબંધ જોડે અથવા મોબાઈલમાં RECORDER ચાલુ રાખીને જ કરવું.

૬. જો તમે પરીક્ષા નજીકના સમયમાં આપવા જઈ રહ્યા છો તો યાદ રાખજો કે LRW મોડ્યુલ ની પરીક્ષામાં તમને અનુકુળ હોય એવા જ કપડા પેહરીને જવા. કારણ કે વધારે કપડા ટાઈટ અથવા તમને અનુકુળ ન હોય એવા કપડા પેહરવાથી ધ્યાન ભંગ થઇ શકે છે.

૭. IELTSની પરીક્ષામાં ફક્ત મહેનતની જ નહિ, પણ જોડે જોડે SMART WORK ની ખુબ જ જરૂર છે. દરેક ટેસ્ટ પૂરો થાય એટલે ખામીઓ અને ભૂલોને પારખીને વેહલી તકે દૂર કરી દેવી. જો તમે તમારી ભૂલોને સમજી ને દૂર કરી શકશો તો અને તો જ સારા માર્ક્સ લાવી શકશો.

ગમ્યું હોય, તો SHARE કરવું ભૂલતા નઈ !

દરરોજ આવી અનેક અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *