સમોસા ભારત ની ખુબજ પ્રસિદ્ધ ખાણીપીણી ની વાનગી છે. અને દુનિયા આખીમાં તે નાસ્તામાં લેવામાં આવે છે.જો તમને પણ પસંદ છે સમોસા તો આજ અમે લાવ્યા છીએ આપ સૌ માટે પંજાબી સમોસા ની રેસિપી
સામગ્રી
સમોસા બનાવવા તમને જોઇશે મેંદો, દેસી ઘી,પાણી, અજવાઈન, મીઠું,તેલ, બટાકા,લીલા મરચા,આદુ પીસેલું,
જીરું,લાલ મરચું પાવડર, કાળા મરી, એલચી, વરીયારી,આખા ધાણા અને આમચૂર પાવડર, વટાણા.
સમોસા બનાવવા ની રીત
સૌ પ્રથમ 200 ગ્રામ મેદા ની અન્દ્દાર લગભગ 2 થી ૩ ચમચી ઘી, અજવાઇન અને મીઠું સ્વાદ અનુસાર નાખો, પછી આ બધી વસ્તુ ને સરખી રીતે મિક્ષ કરી લોટ બાંધો.ધ્યાન રહે લોટ વધુ કઠણ ના રહે , હવે લોટ ને એક વાસણ ની અંદર ઢાંકી ને રાખી દો.
ત્યાં સુધી અંદર નો મસાલો બનાવો , મસાલો બનાવવા બાફેલા બટેકા છોલી તેમાં બધા મસાલા ઉમેરો અને બીજીબાજુ કડાઈ માં તેલ ધીમા તાપે ગરમ કરવા મુકો, હવે મસાલામાં બટાકા જીરું નાખી મિશ્રણ ને મિક્ષ કરો. અને મેદા ના લોટ ની રોટલી બનાવી લો.
બનેલી રોટલી ને વચ્ચે થી કાપી નાખો અને મસાલો ભરી એને સમોસા જેમ આકાર આપો. બસ હવે ગરમ તેલ ની અંદર આ સમોસા ને તરી લો ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી. અને ગરમાગરમ સમોસા નો આંનદ લ્યો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.