નમસ્કાર મિત્રો તો આજ અમે લાવ્યા છીએ કોર્ન પેટીસ ની મજાની રેસીપી જે તમે તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો સર્વ કરી શકો છો અથવા તો કોઈ રેગ્યુલર દિવસોમાં જુદુજ જમવાનો વિચાર થાય તો બનાવી શકો છો.જે ફક્ત 25 મિનીટ ની અંદર તૈયાર થઇ જશે. તો વાચો કોર્ન પેટીસ બનવાની રીત.
કેટલા વ્યક્તિ :8
કુલ સમય બનાવાનો : 25 મિનીટ
કોર્ન પેટીસ બનાવા ની સામગ્રી :
- ૧ કપ અધકચરેલ બાફેલા મકાઈના દાણા
- 2 ટેબલ સ્પુન તેલ
- ૧ ટેબલ સ્પુન આદુની પેસ્ટ
- મીઠું સ્વાદ અનુસાર
- ૧ ટેબલ સ્પુન આમચૂર પાવડર
- 2 તબલ સ્પુન દ્રાક્ષ
- 8 સમારેલા મરચા લીલા
- 4 તબલ સ્પુન આખા મકાઈ ના દાણા
- ૧ કપ બ્રેડ ક્રમ્સ
- ૧ સમારેલું કેપ્સીકમ અને ગાજર
- 2 ટેબલ સ્પુન ચાટ મસાલો
- 4 મેશ કરેલા બાફેલા બટેકા
- 2 ટેબલ સ્પુન તેલ
- 2 ટેબલ સ્પુન આદુની પેસ્ટ
બનાવાની રીત
એક કડાઈ માં તેલ ગરમ ધીમા તાપે ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાંસુધી જે જરૂરી વસ્તુઓ ભેગી કરી લ્યો. તેલ ગરમ થયા પછી તેની અંદર અધકચરી મકાઈ ની પેસ્ટ બનાવી હતી તે નાખી ૧ થી 2 મિનીટ સુધી તેને હલાવો. હવે તેમાં કેપ્સીકમ, આખા મકાઈના દાણા, લીલા મરચા, કાજુ, ગાજર, બ્રેડક્રમ્સ, આમચૂર પાવડર, ચાટ મસાલો, અને આપણે જે બટેકા બફ્યા હતા તે નાખી સરખી રીતે મિક્ષ કરો.. હવે તમારી હથેળીમાં થોડું તેલ લગાવી બનાવેલું થોડું મિશ્રણ લઇ તેને પેટીસ નો આકાર આપો. આકાર આપ્યા પછી તેને બ્રેડક્રમ્સમાં બ્રેડક્રમ્સ પેટીસ માં લાગી જાય એમ ધીમા હાથે દબાવો અને એ બ્રેડક્રમ્સ લાગેલી પેટીસ ને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાંસુધી તરો અને એ ગોલ્ડન બ્રાઉન પેટીસ ને ગરમાગરમ સર્વ કરો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.