દરેક મહિલાને વાસણ સાફ કરવામાં મદદરૂપ થશે આ ટીપ્સ… વાંચો અને અજમાવી જુઓ…

ભોજનને સ્વસ્થ અને પૌષ્ટ્ક બનાવવા માટે મહિલાઓ અનેક રીતે ધ્યાન રાખતી હોય છે. આ માટે તેઓ અનેક નવી રીતોનો ઉપયોગ પણ કરે છે. પંરતુ અનેકવાર ખાવાનું બનાવતા સમયે ખાવાનું બળી જાય છે, જેનાથી વાસણની ચમક ખોવાઈ જાય છે. ચમકતા વાસણો એ કિચનની સુંદરતા વધારે છે. આવામાં બળેલા વાસણો સમગ્ર કિચનની સુંદરતા ખરાબ કરી દે છે. તેને સાફ કરવા માટે મહિલાઓ અનેક મોંઘા ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરે છે, પંરતુ આ ડાઘ આસાનીથી સાફ નથી થતા. આજે અમે તમને એવી હોમમેડ રીત બતાવીએ, જેનાથી તમે બળેલા વાસણોની ચમક પરત લાવી શકો છો. તેના માટે તમારે વધારે રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી અને વાસણો પણ સાફ થઈ જશે.

બેકિંગ સોડાબળેલા વાસણો પર બેકિંગ સોડા નાખ્યા બાદ તેના પર લીંબુનો રસ નાખો. તેના પર વાસણમાં ગરમ પાણી નાખીને તેને સ્ટીલના સ્ક્રબરથી રગડો. આનાથી વાસણ ચમકદાર બની જશે.

લીંબુનો રસ

1 કાચા લીંબુનો રસ બળેલા વાસણ પર નાખ્યા બાદ તેના પર ગરમ પાણી નાખી દો. તેના બાદ તેને રગડીને સાફ કરો. બળેલાના નિશાન આસાનીથી સાફ થઈ જશે.

મીઠુંબાળેલા વાસણમાં મીઠું અને પાણીને નાખીને ઉકાળી લો. તેના બાદ સ્ક્રબરથી સારી રીતે રગડો. ડાઘ નીકળી જશે.

ટામેટાની પ્યૂરી

ટામેટાનો રસ અને પાણીને બળેલા વાસણમાં નાખીને તેને ઓછામાં ઓછું 5 મિનીટ સુધી ઉકાળો. તેના બાદ રગડીને સાફ કરી લો. નિશાન નીકળી જશે.

ડુંગળીડુંગળીને કાપીને તેને બળેલા વાસણમાં પાણી નાખીને ઉકાળી લો. થોડી જ વારમાં વાસણમાં બળેલાના નિશાન ઉપરની તરફ તરવા લાગશે. બળેલા ડાઘ કાઢવાનો આ સૌથી આસાન વિકલ્પ છે.

સોફ્ટ ડ્રિંકએલ્યુમિનીયમ વાસણના બળેલાના ડાઘ કાઢવા માટે તેમાં સોફ્ટ ડ્રિંક નાખીને તેને હળવા આંચે ગરમ કરો. તેનાથી ડાઘ સોફ્ટ થઈ જશે. બાદમાં તેને સ્ક્રબરથી આસાનીથી બળેલાના નિશાન કાઢી શકશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક નાની મોટી ઉપયોગી ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *