આજકાલ પાસપોર્ટ એ જરૂરી ડોક્યુંમેન્ટ માંથી એક છે અને બહાર ના દેશ માં ફરવા જવાનુ ચલણ હમણાંથી વધ્યું રહ્યુ છે. માટે પોતાના સગાવાલા ને મળવા અથવા તો ફરવા માટે ગુજરાતીઓ બહાર ના દેશોનો પ્રવાસ કરતા થયા છે. માટે જ્યા ફોરેન જવા માટે સૌથી પહેલા પાસપોર્ટની ખાસ જરૂર પડે. અને પાસપોર્ટ ને કેવી રીતે કઢાવવો તે અંગે હજુ પણ ઘણા લોકો અણસમજુ હોય છે.
માટે ખાસ કરીને પાસપોર્ટ કઢાવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તે અંગે ખૂબ પરેશાન હોય છે. માટે જો તમારી પાસે આધાર કાર્ડ હશે તો તમારે માત્ર બે જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે આશાનીથી પાસપોર્ટ કઢાવી શકશો.
પાસપોર્ટ કઢાવવા માટે આધારકાર્ડ હોવુ જરૂરી છે
પાસપોર્ટ કઢાવવા માટે તમારે આધાર કાર્ડની ફરજિયાત જરૂર પડશે. અને જેમા તમને 12 આકડાનો આધાર નંબર અને 28 આકડાનો એનરોલમેન્ટ આઇડી ચોખુ દેખાવુ જોઇએ. અને પછી જ તમારી એપ્લિકેશન નો સ્વીકાર થશે.
જો તમારે અઠવાડિયામા પાસપોર્ટ મેળવવા માટે તમારે જન્મનુ પ્રમાણ પત્ર અને ફોટો આઇડી અને એડ્રેસ પ્રૂફ એમ ત્રણ ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને જન્મનુ પ્રમાણ પત્ર અથવા તમારુ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ જન્મના પ્રમાણ પત્ર તરીકે ચાલશે. જ્યારે તમે ફોટો આઇડી તરીકે પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટર આઇડી અને આધાર કાર્ડ પણ માન્ય ગણાશે. માટે એડ્રેસ પ્રૂફ તરીકે ઇનકમ ટેક્સ ની આઇડી અને બેંક પાસબુક ચુટની કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ આટલી વસ્તુ માન્ય છે.
ઉપર ની માહિતી પ્રમાણે તમારે બે અન્ય પ્રૂફ જોયશે. આટલુ કરવાથી પાસપોર્ટ જલદી નીકળશે બીજી એક વાત યાદ રાખવી કે પાસપોર્ટ પર નામ તમારા જન્મ તારીખ અને તમારા સ્કૂલ લિવિંગ કે જન્મના પ્રમાણપત્ર પર જે લખ્યું હશે તે જ લખવુ. તમે જે ડોક્યુમેન્ટને એડ્રેસ પ્રૂફ તરીકે બતાવવાના છો તેમા જેવી રીતે એડ્રેસ લખ્યુ છે તેવી જ રીતે એપ્લિકેશન કરતી વખતે એજ એડ્રેસ લખવુ જેથી કરી કોઈ ભૂલ ના થાય.
આટલી છે પાસપોર્ટ કાઢવાની ફી
જો તમારે રેગુલર પાસપોર્ટ બનાવવો છે તો સામાન્ય ફી 1500 રૂપિયા છે. અને જો તત્કાલ પાસપોર્ટ બનાવવો હોય તો 2000 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે. માટે પાસપોર્ટ એપ્લિકેશન પછી પાસપોર્ટ ઓફિસમા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પોલીસ વેરિફિકેશનની વિધિ 3 થી 4 દિવસમા પૂરી થઇ જાય છે. અને પછી પાસપોર્ટ પ્રિન્ટિંગમાં જાય છે અને પછી રજિસ્ટ્રી કરીને એપ્લિકાન્ટને મોકલી દેવામા આવે છે.
જો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ સબમિટ અને વેરીફાય થાય જાય તો ૭ માં દિવસમાં જ પ્રિન્ટીંગ થાય જાય છે પાસપોર્ટ
જો તમારે પાસપોર્ટ માં સુધારો કરવો છે તો કેવી રીતે કરવો
જે લોકોએ પાસપોર્ટ બનાવી લીધો છે પછી કોઇ કારણોસર પોતાનુ નામ અથવા તો પિતાજીનુ નામ અને બર્થડે મા કોઇ ભૂલ આવતી હોય તો તેવા લોકોએ સરકાર માન્ય સંસ્થાઓ તરફથી આપવામા આવતા સર્ટિફિકેટ ની ફોટો કોપીની સાથે એક સોગંદનામું આપવાનુ રહેશે. અને સોગંદ નામા મા ખોટો ડેટા લખવાનો અને પછી સાચો ડેટા લખવાનો અને થયેલી ભૂલ અને તેના કારણનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. પછી ડોક્યુમેન્ટને વેરિફાય કર્યા પછી પાસપોર્ટ ઓફિસ તેને પોલીસને પાછી મોકલશે અને પોલીસના રિપોર્ટના આધારે જ પાછો સુધારો કરવામા આવશે.