મિત્રો જો સૌથી હળવા નાસ્તાની વાત કરવામાં આવે તો તેની અંદર બટેટા પૌવા નું નામ મોખરે આવે છે. કેમકે બટેટા પૌવા એક એવો લાઈટ નાસ્તો છે કે જે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના દરેકને ભાવતું જ હોય છે. બટેટા પૌવા ખાવામાં એકદમ હળવા અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બટેટા પૌવા જેવી જ એક રેસીપી કે જે ખાવામાં તેના કરતાં પણ વધુ સ્વાદિષ્ટ છે જેનું નામ છે પૌવા મફિન્સ.
સામગ્રી:-
- ૨૦૦ ગ્રામ ચોખાના પવા
- બે બટેટા 1 કપ મગફળીના બી
- બે ઝીણી સમારેલી ડુંગળી
- ત્રણ ચમચી ધાણાજીરૂ
- 1 કપ વટાણા
- સ્વાદ અનુસાર નમક
- 1 કપ દહીં
- ૩ ચમચી તેલ
બનવાની રીત :-
સ્પેશિયલ પૌવા મફિન્સ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ ની અંદર ચોખાના પવા, બટેટા, મગફળી ઝીણી સમારેલી ડુંગળી, ધાણા ભાજી, લાલ મરચું, વટાણા, દહીં અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
ત્યારબાદ આ મિશ્રણને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો જેને કારણે બધા જ મસાલા એકબીજા સાથે ભળી જાય.
ત્યારબાદ તેની અંદર દહીં પાણી, તેલ અને થોડું મીઠું ઉમેરી બરાબર હલાવી લો ત્યારબાદ તેને મફિન્સ કપની અંદર ઉમેરી દો.
ત્યારબાદ આ મફિન્સ કપ ઓવન ની અંદર ૩૦ થી ૩૫ મિનિટ સુધી ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન ઉપર પાકવા દો.
અડધી કલાક બાદ બરાબર પાકી ગયા બાદ તેને માઇક્રોવેવ ની અંદર થી બહાર કાઢી લો.
યાર બાદ તેના ઉપર ધાણા ભાજી અને sos વેરી દો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પવા મફિન્સ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.