હવે ઘરે જ બનાવો મસાલેદાર રગડાપેટીસ, જાણી લો તેની રેસિપી.

વરસાદની ઋતુમાં લોકોને વારંવાર ચટપટું ખાવાનું મન થાય છે. જેવો જ વરસાદ બંધ થઈ જાય છે કે લોકોના ટોળેટોળા રોડ પર જામેલી ચાટ મસાલા ની લારીઓ પર ઉમટી પડે છે. આ લારીઓમાં વેચાતી જાતજાતની ચાટ પુરી અને રગડા પુરી ખાય છે.

આ લારીઓમાં વેચાતી પાણીપુરી સ્ત્રીઓને ખૂબ જ વધુ ભાવે છે. પરંતુ તે જ જગ્યાએ વેચાતી રગડા પેટીસ એવી વસ્તુ છે કે જે સ્ત્રીઓ અને પુરુષો બંને ખૂબ જ ભાવે છે. જ્યારે આપણે આ રગડા પેટીસ ખાઈએ છીએ ત્યારે આપણને મનમાં એવો જ પ્રશ્ન થાય છે? કે, જો આ જ વસ્તુ બનાવવામાં આવે તો જમાવટ આવી જાય. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બજારમાં વેચાતી આવી સ્વાદિષ્ટ રગડા પેટીસ બનાવવાની રેસીપી.

રગડા પેટીસ માટેની સામગ્રી

 • અઢીસો ગ્રામ બાફેલા બટેટા
 • અડધી ચમચી ધાણાજીરું
 • અડધી ચમચી ગરમ મસાલો
 • એક ચમચી આદુ-લસણની પેસ્ટ
 • પા ચમચી આખું જીરૂ
 • અડધી ચમચી હળદર
 • બ્રેડનો ભૂકો
 • ૧ ચમચી ચાટ મસાલો
 • 1 કપ દેશી વટાણા
 • અડધી ચમચી બેકિંગ સોડા
 • અડધો કપ દહીં
 • એક ચમચો તેલ
 • ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
 • 1 નંગ ઝીણા સમારેલા ટમેટાં
 • સ્વાદ અનુસાર મીઠું
 • એક ચમચી લાલ મરચું પાઉડર
 • ગાર્નીશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત

• સૌપ્રથમ બટાટાને બાફી લઇ તેનો છૂંદો બનાવી લો.
• હવે છુંદેલા બટેટા ની અંદર આદુ-લસણની પેસ્ટ ધાણાજીરુ હળદર આખું જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.


• ત્યારબાદ આ મિશ્રણને બ્રેડ નો ભૂકો ઉમેરીને બરાબર મિકસ કરી તેમાંથી પેટીસ બનાવી શકાય તેવો લોટ બનાવવો.
• ત્યારબાદ આ મિશ્રણમાંથી યોગ્ય આકારની અને યોગ્ય સાઇઝની પેટીસ બનાવી લો.
• હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને જ્યારે તેલ બરાબર આવી જાય ત્યારે આ પેટીસ ને તેની અંદર તળી લો.

• હવે આ તળેલી પેટિસને ઠંડી થવા માટે સાઈડમાં રાખી દો. આ પેટીસ પરથી વધારાનું તેલ દૂર કરવા માટે તમે તેને ટિસ્યુ પેપરમાં પણ રાખી શકો છો.
• હવે રગડો બનાવવા માટે વટાણાને અગાઉથી ધોઈને છથી આઠ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. જેથી વટાણા બરાબર નરમ થઈ જાય.
• હવે આ વટાણા ની અંદર અડધી ચમચી જેટલા બેકિંગ સોડા નાંખી અને કુકર ની અંદર બાફી લો જેથી વટાણા બરાબર ચડી જાય.

• હવે એક પેન ની અંદર ઝીણી સમારેલી ડુંગળીને તેલની અંદર સાતળો.
• જ્યારે ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાર બાદ તેમાં ઉપરથી આદુ-લસણની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર અને ટામેટા ઉમેરીને બરાબર પાકવા દો.
• આ મિશ્રણને બરાબર હલાવીને જ્યારે તે પાકવા આવે ત્યારે તેના ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
• હવે આ મિશ્રણને પાંચ મિનિટ સુધી મધ્યમ આંચ પર ઉકળવા દઈ ઉપરથી તેમાં વટાણા અને દહીં ઉમેરો.

• હવે વટાણા તથા અન્ય સામગ્રીઓ ને બરાબર મિક્સ કરીને અંદાજે પાંચથી દસ મિનિટ સુધી તેને પાકવા દો.


• જેથી તમારા વગર નો સ્વાદ વટાણા ની અંદર બેસી જાય.
• અંદાજે પાંચ મિનિટ સુધી આ મિશ્રણ ને ઉકળવા દો બસ આ રીતે તૈયાર છે તમારો રગડો.
• હવે એક પ્લેટની અંદર અગાઉ તૈયાર થયેલી એક પેટીસ મૂકી તેના પર રગડો ઉમેરો.

• હવે આ રગડા પેટીસ ની ઉપર તમારા સ્વાદ મુજબ જરૂરી ચટણી ઉમેરીને તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીરનું ગાર્નિશિંગ કરો.
• બસ તૈયાર છે ઘરે જ એકદમ ચટાકેદાર રગડા પેટીસ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *