ફ્રેન્ચ ફ્રાઇઝ નું નામ પડતાં જ દરેકના મોમાં પાણી આવી જાય છે. અને લગભગ દરેક વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક મેકડોનાલ્ડ ખૂબ પ્રખ્યાત એવા ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા જશે. અને ખાઈને તમને મનમાં વિચાર પણ આવ્યો હશે કે, આ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ શું ઘરે ના બનાવી શકાય. જો તમારા મનમાં પણ આ પ્રશ્નો છે. તો આજે અમે લાવી રહ્યા છીએ, આ પ્રશ્નનું સમાધાન. કેમકે, અમે બતાવવા જઈ રહ્યા છીએ આ ચટપટી ફ્રેન્ચ ફ્રાઇઝ ની રેસીપી.
સામગ્રી
ચાર મોટા બટાટાની લાંબી ચિપ્સ, એક મોટી વાટકી કોર્નફલોર, 1 ચમચી ખાંડ, તળવા માટે તેલ, બરફની ટ્રે, બે ગ્લાસ પાણી
બનાવવાની વિધિ
સૌ પ્રથમ એક વાસણ ની અંદર બટેટાની ચિપ્સ બનાવી લો. ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી તથા બરફના ટુકડા નાખી દો. ત્યારબાદ બટેટાની ચિપ્સ ઠંડા પાણીમાં અંદાજે 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી બટાટા ની અંદર રહેલું સ્ટાર્ચ પાણીમાં જતુ રહેશે.
ત્યારબાદ આ ચિપ્સને પાણીમાંથી કાઢી લઈ કોઈ કોટનના કપડા ની અંદર કાઢી લો. જેને કારણે ચિપ્સ ઉપર રહેલ વધારાનું પાણી શોષાઈ જાય. પાણી શોષાઈ ગયા બાદ તેના પર કોટનના કપડા વડે હાથ ફેરવી દો. જેથી તેના પરનું વધારાનું પાણી દૂર થઈ જાય.
ચિપ્સ જ્યારે ડ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 વાટકી કોર્નફ્લોર અને થોડો નમક ભેળવી બરાબર મિક્સ કરી લો. જેથી કોનફલોર ચિપ્સ પર બરાબર લાગી જાય સાથે-સાથે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
યોગ્ય તાપમાન પર તેલ ગરમ થાય. ત્યારબાદ ફ્રેન્ચ ફ્રાઈસને તેમાં તળવાની છે. તેલમાં ફેન્સને તળવા માટે બે રીત છે. જેમાં તેને બે વખત કરવી. અથવા તો ધીમા તાપ પર એક વખત કરવી. આ માટે ચીપ્સને તેલમાં અંદાજે ૧૫ મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ તેને બહાર કાઢી થોડી વખત ઠંડી થવા દો. ઠંડી થયા બાદ ફરીથી તેને તે જ તેલમાં ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દો. આમ કરવાથી ચીપ્સ ખૂબ જ કડક બની જશે
બીજી રીત છે, ચીપ્સને લાંબો સમય સુધી ધીમા તાપ પર ચઢાવવી આ માટે ખાસ ધ્યાન રાખવું કે ગેસ નો તાપ ખૂબ ધીમો હોવો જોઈએ. ધીમા તાપ પર અંદાજે ૧૫ થી ૨૦ મિનીટ સુધી ચઢવા દેવી જોશે. તો ચિપ્સ બહારથી પાકી જશે અને અંદરથી કામ ન થાય માટે તાપ ની આજ ખૂબ ધીમી રાખવી.
ત્યારબાદ તળેલા ચિપ્સ ને ટીસ્યુ પેપર પર કાઢી લો. જેને કારણે તેમાં રહેલું તેલ ટીસ્યુ પેપર દ્વારા શોષાઈ જાય ત્યારબાદ તેમાં તમને મનભાવતા મસાલાઓ તથા ચાર્ટ મેળવી ને બરાબર મિક્સ કરી લો.
બસ આ રીતે તૈયાર છે, તમને મનભાવતી મેકડોનાલ્ડ જેવી જ ડ્રાય અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ તમારા ઘરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.