હિંદુ શાસ્ત્ર અનુસાર મંત્રમા ખુબ જ મોટી શક્તિ હોય છે. જેના બળ પર કોઈ પણ કામને સિદ્ધ કરી શકાય છે. હિંદુ શાસ્ત્ર મુજબ પવનપુત્ર હનુમાન ને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિયોના દાતા ગણવામા આવે છે. તે અશક્યને કામને પણ શક્ય કરવાની શક્તિ આપે છે.
જો તમારી કુંડળીમા કોઈ દોષ હોય કે શત્રુઓ સાથે મુશ્કેલીઓ ચાલી રહી હોય તો તેને દુર કરવા માટે હનુમાન ચાલીસાની આ ચોપાઈનો જાપ કરવાથી દોષ અને શત્રુઓ સામે વિજય પ્રાપ્ત થાય છે.
જેવી રીતે હનુમાનજી શ્રી રામ ભગવાનના દરેક કામમા સહાયરૂપ થયા હતા. તેવી રીતે તમે પણ તમારા શત્રુઓ પર વિજય મેળવવા માંગતા હોય કે કોઈપણ પ્રકારના સંકટથી બચવા માંગતા હોય તો આ ચોપાઈનો જાપ કરવાથી સમસ્યા દુર કરી શકાય છે. આ મંત્રનો વાર ક્યારેય નિષ્ફળ જતો નથી.
ચોપાઈ – “સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ”……
આ મંત્રનો જાપ હનુમાનદાદાના મંદિર પર જઈને કરવો. જો આ શક્ય ના હોય તો ઘરમા જ હનુમાનદાદાની છબી અથવા મૂર્તિ સામે બેસીને જાપ કરો. જાપ કરતા પહેલા હનુમાનદાદાને સિંદૂર ચડાવો. ત્યારબાદ હનુમાનદાદાને ફુલોનો હાર પહેરાવી અને પ્રસાદ તરીકે કોઈ ભોગ ધરાવો. સરસવના તેલનો દીવો કાર્ય પછી આ ચોપાઈનો જાપ કરવો.
હનુમાનદાદાની આ ચોપાઈનો જાપ રોજ ન કરી શકો તો દર મંગળવાર અથવા શનિવારે કરો. હનુમાનદાદાના આ મંત્રમા એટલી શક્તિ છે કે તેનો જાપ કરવા માત્રથી કોઈપણ પ્રકારની બાધા પ્રભાવ દેખાડી શકતી નથી. શનિ અને મંગળ ને સંબંધિત બધા દોષ દુર થઈ જાય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ હનુમાનદાદાની પૂજાથી વ્યક્તિની કુંડળીમા ઉત્પન્ન બધા અશુભ ગ્રહોના દોષનો પ્રભાવ દુર થઈ જાય છે. માટે જ તો દરેક મંગળવારે અને શનિવારે હનુમાનદાદાના મંદિરમા ભક્તોની લાંબી લાઈન થતી હોય છે.