ગુરુઓનો પણ ગુરુ, હેર પેકનો રાજા. આ એક માત્ર લેપથી તમારી વાળને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન તમને મળી જશે…

કુદરતનું રહસ્યઃ વાળ વધારવા કરો મેથીના લેપનો ઉપયોગ

ગુરુઓનો પણ ગુરુ, હેર પેકનો રાજા. આ એક માત્ર લેપમાં તમારા વાળને લગતી લગભગ બધી જ સમસ્યાઓનું સમાધાન તમને મળી જશે. આ લેપની મુખ્ય સામગ્રીઓમાંની એક છે લીલા મગ. તે તમારા વાળને પોષણ પુરુ પાડશે જ્યારે મેથીની એલર્જિ વિરોધી, કન્ડીશનીંગ સંપત્તી વાળની ખંજવાળ દૂર કરી વાળને વધવામાં મદદ કરે છે, અને જીરુ તમારા વાળની વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ પુરુ પાડે છે.તેમાં ફેરફાર કરવા માટે તમે તેમાં વિવિધ પ્રકારના પૂરકો ઉમેરી શકો છો જેમ કે જાસૂદના છોડના પાન અને તેના ફૂલ (તેનાથી વાળને કન્ડિશનર મળે છે અને વાળ સ્મૂધ અને હેલ્ધી બને છે), તજ પત્તા (તેનાથી વાળમાં ખોડો થતો નથી), અને બ્રાહ્મિના પાન (જે વાળના મૂળિયા મજબૂત બનાવે છે), ઉપર જણાવેલી ત્રણ મહત્ત્વની મુખ્ય સામગ્રીઓ સાથે આ કોમ્બિનેશનનો ઉપયોગ કરતા રહો. અને તેમાંથી વિવિધ પ્રકારના હેર પેક તૈયાર કરો. તે દ્વારા તમે જાતે જ તમારા વાળને લગતી વિવિધ સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપાય તૈયાર કરી શકશો.

હેર પેક બનાવવા માટેની સામગ્રી½ કપ જીરુ,

  • 4 ટેબલ સ્પૂન મેથી,
  • ½ ટેબલ સ્પૂન લીલા મગ,
  • 2 તાજા છીણેલા આંબળા,
  • ½ ટેબલ સ્પૂન ઘરે બનાવેલું નારિયેળનું દૂધ,
  • ½ જાસૂદના પાન અને ફૂલ (વૈકલ્પિક),
  • ½ તજ પત્તા (વૈકલ્પિક),
  • ½ બ્રાહ્મિના પાન (વૈકલ્પિક).

હેર પેક બનાવવાની રીતઃ½ ટેબલસ્પૂન જીરુને 4 ટેબલસ્પૂન મેથી, ½ ટેબલ સ્પૂન આખા મગ, 2 આંબળાનું છીણ અને ½ કપ ઘરે બનાવેલું નારિયેળનું દૂધ. આ બધી જ સામગ્રીને મિક્સ કરી એક રાત સુધી પલાળી રાખવી.તેમાં તમે જાસૂદના પાન અને ફૂલ, તજ પત્તા અને બ્રાહ્મિના પાન પણ તમારી ઇચ્છા પ્રમાણે ઉમેરી શકો ચો.

લેપ લગાવવાની રીતઃ

આ લેપને ઓછામાં ઓછા 3 કલાક તમારા વાળમાં લગાવી રાખવો. પછી સામાન્ય જે રીતે વાળ ધોતા હોવ તેમ ધોઈ લો અથવા પાણીથી ધોઈ લો.ટીપઃ બની શકે તો પેક લગાવી સુઈ જવું અને તે સુકાઈ જાય ત્યાર બાદ બીજા દિવસે સવારે વાળ ધોવા. તેનાથી પરિણામ સારું મળશે. નોંધઃ ઉપર જણાવેલું સામગ્રીઓનું પ્રમાણ ખભા સુધીના વાળ માટેનું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક બ્યુટીટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *