ગુરુની દ્રષ્ટિ પડતા આ વર્ષે બદલાશે આ રાશિના જાતકોની કિસ્મત

જ્યોતિષ મુજબ જો તમારો ગુરુ બળવાન હોય તો વ્યક્તિ વિદ્વાન બની નામના મેળવી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહને બૃહસ્પતિની ઉપાધિ અપાઇ છે. ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે. જે તમને જ્ઞાન, ધર્મ અને આધ્યાત્મ તરફ દોરી જાય છે. દેવ ગુરુ બૃહસ્પતિ ધનુ અને મીન રાશિનો સ્વામી છે. ત્યારે 2020માં ગુરુ રાશિ પરિવર્તન કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે.

મેષ : વર્ષ 2020માં ગુરુનું ગોચર મેષ રાશિ પર સકારાત્મક પ્રભાવ પાડશે. જે મુજબ ધર્મ અને આધ્યાત્મ ક્ષેત્ર પર તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં ફાયદો રહેશે. નવા વર્ષે તમારા તીર્થ યાત્રાના યોગ બનશે. આ સિવાય ઓફિસમાં અધિકારીઓ પણ તમારા કામથી ખુશ થશે.

વૃષભ  : વૃષભ રાશિ માટે સ્વાસ્થયની રીતે વર્ષ 2020 સારું નહીં રહે. આ વર્ષે તમારે તમારી તબિયતને લઇને ઉતાર-ચડાવ સહન કરવો પડશે. કાર્યક્ષેત્રે પણ સતર્ક રહેશો. કારણ કે કોઇ નુક્શાન થઇ શકે છે.

મિથુન : આ વર્ષે ગુરુનો શુભ પ્રભાવ તમારી પર પડશે. જેના કારણે જીવનમાં ખુશીઓ આવશે. સાથે જ વૈવાહિક જીવન ખુશ રહેશે. અને વેપારમાં પણ શુભ પરિણામો મળશે. શોધના કાર્યોમાં સફળતા મળશે. પણ વહાન ચલાવતી વખતે થોડું ધ્યાન રાખજો.

કર્ક : 2020 વર્ષ કર્ક રાશિ માટે સુખદ રહેશે. વૈવાહિક જીવન અને સ્વાસ્થય સંબંધિત તકલીફો આ વર્ષે દૂર થશે. સાથે જ તમારે તમારા શત્રુઓથી બચીને રહેવું પડશે. નહીં તો નુક્શાનમાં રહેશો.

સિંહ : બૃહસ્પતિના ગોચરથી તમને પેટ, સોજા અને મોટાપા સંબધિત બીમારી રહેશે. આ વર્ષે તમારે તમારા સ્વાસ્થયનું ધ્યાન રાખવું પડશે. શિક્ષાથી જોડાયેલા ક્ષેત્રમાં તમને સફળતા મળશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. પરિણામ પણ મળશે.

કન્યા : ગુરુના ગોચરના કારણે માતાના સ્વાસ્થયમાં સુધાર રહેશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. વૈવાહિક જીવન સુખદ રહેશે. ઉચ્ચ શિક્ષામાં તમને સફળતા મળશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવું શુભ રહેશે.

તુલા : તુલા રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. કાર્યમાં સફળતા મળશે. સુખમાં વૃદ્ધ થશે. અકારણે યાત્રા કરવી પડે છે. ભાઇ બહેન સાથે ઝગડો થઇ શકે છે. પણ બાકી સમય સારો વીતશે.

વૃશ્ચિક : આ વર્ષ તમારા માટે શુભ રહેશે. ભરપૂર ઘન લાભ થશે. આત્મ વિશ્વાસ વધશે. ક્રોધ પર કાબુ રાખજો નહીં તો તમારી સમસ્યા વધી શકે છે.

ધન : નવા વર્ષે તમારી આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો થશે. તમારા કાર્યોમાં વૃદ્ધિ થશે અને તબિયત પણ સારી રહેશે. પૈસા આવશે પણ ખર્ચા પણ તેવા જ આવશે માટે થોડું વિચારીને ખર્ચો કરજો.

મકર : નવું વર્ષ તમારા માટે સુખોનું સાધન બનશે. તમારી પાસે સારા એવા પૈસા આવશે. પણ ખર્ચા પર રોક લગાવવી પડશે. ગુરુના પ્રભાવના કારણે તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે જે તમને લાભ આપશે.

કુંભ : આ વર્ષ તમને આર્થિક રીતે મજબૂત કરશે. નાણાં મેળવવામાં તમે સફળ રહેશો. મોટા ભાઇ-બહેન સાથે પ્રેમ ભાવ વધશે. જે કે તમારા જરૂરિયાતના સમયે તે તમારી મદદ કરી શકે છે.

મીન : તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. શિક્ષા વિભાગની જોડાયેલા લોકોને વધુ ફાયદો મળશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળશે સાથે જ તમારું મન પણ પ્રસન્ન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *