જ્યારે કોઇપણ મહિલા ભોજન બનાવે છે ત્યારે ઘણી વખત તેના દ્વારા બાંધવામાં આવતા લોટમાં વધઘટ થતી જોવા મળે છે અને આના કારણે ઘણી વખત તેના દ્વારા બાંધેલો લોટ વધી પડે છે અને આથી જ તે તેનો ફરીથી ઉપયોગ કરવા માટે તેને ફ્રિઝમાં રાખી દે છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ફ્રીજ ની અંદર રાખેલી વસ્તુ લાંબો સમય સુધી ટકી રહે છે અને તે ઝડપથી ખરાબ થતી નથી અને આવું વિચારીને જ આપણે જ્યારે બપોરનો વધેલો લોટ ફ્રીઝમાં રાખી દઈએ છીએ.
પરંતુ આવું કરતી સ્ત્રીઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેમકે એક તારણ અનુસાર એવું જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ ફ્રીજ ની અંદર બાંધેલો લોટ મૂકી દે છે તે બાંધેલો લોટ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે કે તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારની હાનિ પહોંચાડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફ્રીજ ની અંદર મૂકેલા વાસી લોટનો ફરીથી ઉપયોગ કરવાના કારણે થતા ગેરલાભ.
સામાન્ય રીતે રીસર્ચ એવું કહે છે કે જ્યારે આપણે લોટને પાણી વડે ગુન્થીયે ત્યારે પાણી અને લોટની અંદર રહેલા રાસાયણિક તત્વો એકબીજા સાથે ભળીને એમાં કેમિકલ બદલાવ ઉત્પન્ન કરે છે. આથી હંમેશાને માટે તેનો સીધો જ ઉપયોગ કરી લેવો જોઈએ નહીંતર તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
જ્યારે બાંધેલા લોટને ફ્રિજ માં રાખવામાં આવે છે ત્યારે તેની અંદર અનેક જાતના સૂક્ષ્મ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
બાંધેલો લોટ ફ્રીઝમાં રાખ્યા બાદ ફરીથી તેનો ઉપયોગ કરવાના કારણે આપણને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
ફ્રિજમાં રાખેલા વાસણોને ફરીથી ઉપયોગ કરવાના કારણે તેમાં તાજા લોટ દ્વારા બનતી રોટલીનો સ્વાદ આવે છે તેવો સ્વાદ આવતો નથી.
આ વાસી લોટમાંથી બનેલી રોટલી કે ભાખરી ખાવાના કારણે લોકોને પેટ સંબંધી અનેક સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ સર્જાય છે.
જો લોટ વધુ સમય માટે ફ્રિજમાં પડ્યો રહેતો તેના સ્વાદમાં બદલાવ આવી જાય છે અને તેની અંદર રહેલા બેક્ટેરિયાને કારણે તેનો સ્વાદ ખાટો પણ થઈ શકે છે.
આથી ક્યારેય પણ પ્રીત ની અંદર રાખેલો બીજી વખત ઉપયોગ ન કરવો જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.