Categories: Uncategorized

ગુલાબનું શરબત – ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું આ શરબત આજે જ નોંધી લો …..

ગુલાબનું શરબત

ઉનાળા ની આ ગરમી માં બનાવો , તાજા ગુલાબ માંથી બનતું આ શરબત , જે તમારા પેટ અને મન બંને ને ઠંડક આપશે.. બજાર માં મળતા તૈયાર શરબત ની બોટલો માં ફ્લેવર , કલર અને નિમ્ન ગુણવત્તા ના કેમિકલ વધુ પ્રમાણ માં હોય છે.

આજે આપણે બનાવીશું , તાજા ગુલાબ ની પાંદડીઓ માંથી શુદ્ધ , ગુલાબ ની અસલી ઠંડક વાળું શરબત. અહીં આપણે જે ગુલાબ ના અસલી સત્વ વાળી શરબત ની ચાસણી બનાવીશું એ આપ પાણી માં કે દૂધ માં ભેળવી પીરસી શકો

સામગ્રી ::

  • 30 નંગ દેશી ગુલાબ,
  • 1.5 વાડકો ખાંડ,
  • 4 થી 5 ટીપા ગુલાબ એસેન્સ,
  • 2 ટીપા લીંબુ નો રસ

રીત : 

સૌ પ્રથમ ગુલાબ ની પાંદડી ઓ ને દાડલીઓ થી અલગ કરો.. એક બાઉલ માં આ પાંદડી ઓ લો. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી પાંદડીઓ ડૂબાડો.

 

હળવા હાથ થી પાંદડીઓ ધોઈ , પાતળા કપડાં પર કોરી કરી લો. પાંદડીઓ ધોવા થી બધી ધૂળ, કચરો અને ગુલાબ ની પરાગરજ નીકળી જશે.

 

હવે એક તપેલા માં આ પાંદડીઓ લો અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકી લો. કુકર માં આ તપેલું મૂકી ધીમા તાપે 3 સીટી વગાડી લો. આમ કરવા થી ગુલાબ નું સત્વ અને ગુલાબ નો સુંદર કલર પાણી માં ઉતરી આવશે.

 

એક કડાય માં ખાંડ અને 1 વાડકો પાણી ઉમેરો. 2 ટીપા લીંબુ રસ ઉમેરી ધીમા તાપે ગરમ મુકો. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ.. ખાંડ સંપુર્ણ રીતે ઓળગે ત્યાં સુધી ધીમા તાપે પછી મધ્યમ આંચ પર ઉકાળો. આ ચાસણી 2 તાર ની થાય ત્યાં સુધી ઉકાળો..

ઉકાળેલા ગુલાબ માંથી પાણી નિતારી લો. ચમચી ની પાછળ ના ભાગ થી પાંદડીઓ ને પણ મિક્સ કરી નિતારો. બચેલો કસ પણ નીકળી જશે. હવે આ નિતરેલું પ્યોર ગુલાબ નો રસ તૈયાર ચાસણી માં ઉમેરો.. સરસ મિક્સ કરો..

 

મધ્યમ તાપે ઉકાળો અને ચાસણી 1 તાર ની થાય ત્યાં સુધી ઉકાળો.. ગેસ બંધ કરી ઠરવા દો. હુંફાળું થાય એટલે એસેન્સ ઉમેરી દો. સંપૂર્ણ ઠરે એટલે ચોખી બોટલ માં ભરો…

 

આ ચાસણી ઠંડા દૂધ માં કે ઠંડા પાણી માં મિક્સ કરો અને પીરસો… આશા છે પસંદ આવશે.

 

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago