જાણી લો ગ્રીલ સેન્ડવીચ બનાવવાની આ મજેદાર રેસીપી.

આજના સમયમાં મોટાભાગના લોકોને સાંજે લાગતી ભુખ નો ઈલાજ છે સેન્ડવીચ. સાંજ પડ્યે મોટાભાગના લોકો સેન્ડવીચ નો જ નાસ્તો કરે છે. આજે બજારમાં જાતજાતની સેન્ડવીચ અવેલેબલ છે. પરંતુ આ દરેક માં જો કોઈ પણ સેન્ડવીચ સૌથી વધુ લોકપ્રિય હોય તો તે છે ગ્રીલ સેન્ડવીચ. આપણે ઘણી વખત મનમાં એવો પ્રશ્ન થાય કે જો આપણે પણ ઘરે આ રીતની જ સેન્ડવીચ બનાવી હોય તો. જો તમને પણ ઓપરેશન થાય છે તો વાંચી લો આ રેસિપી.

સામગ્રી:-

  • મીડિયમ સાઇઝની બ્રેડ
  • ૨ નંગ બાફેલા બટેટા
  • બે નંગ ડુંગળી
  • 1 નંગ ટામેટા
  • ૨ નંગ કેપ્સિકમ
  • એક કાકડી
  • ૩ ચમચી સેન્ડવીચ નો મસાલો
  • સ્વાદ મુજબ ચીઝ અને બટર
  • ફુદીનાની ચટણી

ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત:-

ગ્રીલ સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ બ્રેડની એક સ્લાઈસ લઈ તેના પર ફૂદિનાની ચટણી લગાવી દો. ત્યારબાદ બ્રેડની બીજી સ્લાઈસ પર બંને બાજુ બટર લગાવી દો.
તેવી જ રીતે સેન્ડવિચની ની ત્રીજી સ્લાઈસ પર પણ બટર અને લીલી ચટણી લગાવી દો. હવે સેન્ડવીચ ની અંદર મસાલો ભરવા માટે સૌપ્રથમ બાફેલા બટાટાને બરાબર છૂંદી લઈ તેમાં સેન્ડવીચ નો મસાલો તથા સ્વાદ અનુસાર નમક ભેળવી લો અને આ બટેટાના છુંદાને બરાબર હલાવીને મિક્સ કરી લો.

ત્યારબાદ ડુંગળી, ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ બનાવી લો. હવે બ્રેડની એક સ્લાઈસ પર બટેટા ના મસાલા ને લગાવો. ત્યારબાદ તેના પર ડુંગળી ની સ્લાઈસ મૂકી દો હવે તેના પર થોડુ ચીઝ ખમણી લો.

ત્યાર બાદ તેના પર બ્રેડની બંને બાજુ બટર લગાવેલી સ્લાઈસ મુકો. હવે આ સ્લાઈઝને ઉપર કાકડી ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ મૂકી દો. ત્યારબાદ તેના પર થોડું ચીઝ વેરી દો. હવે તેના પર ત્રીજી બ્રેડની સ્લાઈસ દ્વારા પેક કરી દો.

હવે આ સેન્ડવીચને ગ્રીલ મશીનમાં અંદાજે પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો. સેન્ડવીચ ની બ્રેડ કડક બની જાય ત્યારે તેને ગ્રીલ મશીન માંથી બહાર કાઢી લો. હવે તેના પર સેન્ડવીચ નો મસાલો ભભરાવો અને ઘણું બધું ચીઝ ખમણી ને રાખી દો. બસ આ રીતે તૈયાર છે બજારમાં મળતી ચટપટી ગ્રીલ સેન્ડવીચ અને એ પણ તમારા ઘરે.

હવે આ સેનવિચ ના ચાર પીસ કરીને યોગ્ય સોસ કે ચટણી સાથે સર્વ કરો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *