દરેક વ્યક્તિ ના જીવનમાં કુંડળી અને ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે. તેમજ એવું પણ માનવામાં આવે છે કે જો વ્યક્તિ ના ગ્રહ સારા હોય છે તો જીવન માં ખુશીઓ જ આવે છે તેમજ જો ગ્રહો ની દશા ખરાબ ચાલી રહી છે તો ઘર પરીવાર માં પરેશાનીઓ હંમેશા જ બની રહે છે. તેમજ દૂધ ને ચંદ્રમાં અને શાંતિ નું પ્રતિક માનવામાં આવે છે. તાંત્રિક ગ્રંથો માં કહેલા દૂધ ના એવા જ જાદુ વિશે જેને કરતા જ એની અસર તમને જોવા મળી શકે છે. અને તમારી દરેક પરેશાની દુરથઇ જાય છે.

નજર દોષ દુર કરવા અને અમીર બનવા માટે રવિવાર ની રાત સુતા સમયે ૧ ગ્લાસ માં દૂધ ભરીને તમારા માથા પાસે રાખી લો. પરંતુ આ વાત નું વિશેષ ધ્યાન રાખો કે દૂધ પડવું ન જોઈએ. બીજે દિવસે સવારે ઉઠીને નિત્ય કામો થી નિવૃત થઈને આ દૂધ ને કોઈ પણ બાવળ ના ઝાડ ના મૂળ માં નાખી દો. તેમજ આવું દર રવિવાર ની રાતે કરો. તમે જે પણ વ્યક્તિ પર આ ઉપાય ને કરશો એની નજર દોઢ જલ્દી જ પૂરી થઇ જશે અને એના બધા કામ પણ થઇ જશે. આ રીતે કરવાથી દરેક વ્યક્તિ થી નજર દોષ નીકળી શકે છે અને વ્યક્તિ એના પોતાના કામ માં સફળ થઇ શકે છે.

તેમજ જો તમારી કુંડળી માં કોઈ પણ ગ્રહ ખરાબ અસર આપી રહ્યો છે તો દરેક સોમવાર ના દિવસે સવારે જલ્દી ઉઠીને એના પછી નિત્ય કામોથી નિવૃત થઈને સ્નાન વગેરે કરી તમારી આસપાસ ના કોઈ પણ શિવ મંદિર માં જાવ અને ત્યાં શિવલિંગ પર કાચું દૂધ અર્પિત કરો. આવું લગભગ સાત સોમવાર સુધી કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઇ જશે. કુંડળી માં કોઈ પણ ગ્રહ ખરાબ અસર નહિ આપે. આ રીતે ભગવાન શિવ ને દૂધ ચઢાવવાથી તમારી બધી પરેશાની દુર થઇ શકે છે અને કોઈ પણ કામ માં સફળતા આસાની થી મળી શકે છે અને નૌકરી માં સારું એવું પ્રોમોશન મળી શકે છે.