ગ્રહો શુભ ફળ આપે તે માટે સંબંધિત ગ્રહોના રત્ન ધારણ કરવાનું ચલણ છે. ઘણા લોકોના હાથમાં અલગ અલગ રત્નવાળી વીંટી તમે જોઈ પણ હશે. જો કે આ રત્ન મૂલ્યવાન હોય છે. તેથી સામાન્ય સ્થિતિ ધરાવતાં લોકો માટે તે ધારણ કરવું શક્ય હોતું નથી. જ્યોતિષ વિદ્યા પણ એક વિજ્ઞાન છે, જેનાથી વર્તમાન તેમજ ભવિષ્યને સુધારવા માટેની જરૂરી જાણકારી મળી શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિનો ભાગ્યોદય નથી થઈ શકતો. આવા ગ્રહને પોતાના પક્ષમાં કરવા અને શુભફળ આપતાં કરવા માટેના ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવ્યા છે.

ધનના અભાવના કારણ રત્ન ધારણ ન કરી શકતા લોકો માટે પણ જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાય દર્શાવામાં આવ્યા છે. રત્ન જે પ્રકારનું ફળ આપે છે તેવું જ ફળ ગ્રહ સંબંધિત ઝાડનું મૂળ ધારણ કરવાથી પણ મળી શકે છે. તો જાણી લો આજે ગ્રહોને શાંત કરવાના આ સરળ, સચોટ પણ સસ્તા ઉપાય વિશે.

સૂર્ય : જો કુંડળીમાં સૂર્ય સંબંધિત સમસ્યા હોય તો બીલીના ઝાડમાંથી મૂળનો એક ટુકડો લઈ અને ગુલાબી દોરામાં બાંધી રવિવારે ધારણ કરવો.
ગુરુ : ગુરુ માટે કેળના ઝાડનું મૂળ ગળામાં ધારણ કરવો, તેના માટે પીળા દોરાનો ઉપયોગ કરવો.
શુક્ર : શુક્ર માટે શણના મૂળને સફેદ કપડામાં બાંધી અને શુક્રવારે ધારણ કરવું.
શનિ : શનિ દેવને ખુશ કરવા માટે સમડાના ઝાડના મૂળનો ટુકડો લઈ અને શનિવારે કાળા દોરામાં બાંધી અને ધારણ કરવો.

રાહુ : કુંડળીમાં જો રાહુ અશુભ સ્થિતીમાં હોય
તો સફેદ ચંદનનો એક ટુકડો બુધવારે ધારણ કરવો.
ચંદ્ર : જો ચંદ્ર અશુભ ફળ આપતો હોય તો સોમવારે
રાયણના ઝાડના મૂળનો ટુકડો તોડી અને સફેદ દોરામાં બાંધી અને ગળામાં પહેરવો.
મંગળ : મંગળ ગ્રહને શુભ બનાવવા માટે ખેરના મૂળનો ટુકડો લાલ કપડાંમાં લપેટી અને લાલ દોરામાં બાંધી મંગળવારે ધારણ કરવો.
બુધ : બુધ માટે હાથી લતાના મૂળનો ટુકડો લઈ અને લીલા દોરામાં બાંધી અને ગળામાં પહેરવું.
કેતુ : કેતુ શુભ ફળ આપે તે માટે અશ્વગંધાના મૂળનો ટુકડો ધારણ કરવો જોઈએ. આ કામ ગુરુવારે કરવું