સરકાર એક એવી યોજના લાવી છે જેમાં તમે એકવાર કીમત ચૂકવીને ૨૫ વર્ષ સુધી મફત માં વીજળીનો ઉપયોગ કરી શકો છો. આના થી તમને મોટો ફાયદો થશે તમે દર મહીને આવતા મોટા લાઈટ બીલ થી છુટકારો મેળવી શકશો અને પૈસા ની બચત કરી શકશો. તો ચાલો જાણીએ આ યોજના વિશે.
આ યોજના નો ખર્ચ અંદાજે પોણા લાખ રૂપિયા એટલે કે ૭૫૦૦૦ જેટલો થાય છે. જે તમારે એકવાર જ કરવાનો હોય છે. વાત છે સોલાર પેનલ ની સામાન્ય રીતે સોલાર પેનલ લગાવો તો ખર્ચ અંદાજે એક લાખ કરતા વધારે આવે છે પણ સરકાર ૩૦ ટકા જેટલી સબસીડી આપે છે જેથી તમને આ પ્લાન ૬૫૦૦૦ થી ૭૫૦૦૦ જેટલા રૂપિયા માં થાય છે. આના માટે રાજ્ય સરકાર પણ અલગ થી સબસીડી આપે છે જેથી આ કીમત માં પણ ઘટાડો થઇ શકે. તો ચાલો જાણીએ ક્યાંથી ખરીદી શકાય અને કેવીરીતે લગાવી શકાય.
યોજનાની પ્રોસેસ
આ સોલાર પેનલ તમને તમારા શહેર ના પ્રાઇવેટ ડીલર્સ પાસેથી મળી રહેશે. તે સિવાય મોટા શહેરો માં એની ઓફીસ ચાલુ કરવામાં આવી છે. જે ઓફીસ માંથી તમને ફોર્મ મળશે જે ભરી ને તમે લાભ લઇ શકશો.
પૈસા ની સગવડ નથી? તો પણ લાભ લઇ શકશો.
તો તમારી પાસે પૈસા ની સગવડ ના હોય તો તમે લોન પણ લઈ શકશો. એમના માટે તમારે મુખ્ય કાર્યાલય નો સંપર્ક કરવાનો રહેશે. મુખ્ય કાર્યાલય થી ફોર્મ મેળવી અને યોગ્ય પુરતી માહિતી આપી અને તમે આ યોજના માટે લોન પણ લઇ શકો છો. જેથી પૈસા ની સગવડ ના હોય તો પણ આ યોજના નો લાભ તમે લઈ શકો છો.
કેપેસીટી
કેપેસીટી જોઈએ તો તમને પાંચસો વોટ સુધી ની પેનલ મળી શકે છે. તમે કેપેસીટી સિલેક્ટ કરી શકો છો. જેટલો તમારો ઉપયોગ હોય એ પ્રમાણે કેપેસીટી સિલેક્ટ કરી અને પ્લાન લેવાનો હોય છે.
જાળવણી અને આયુષ્ય
આ સોલાર પેનલ માં બેટરી આવેલ હોય છે. કેમ કે રાતે સુર્યપ્રકાશ ના હોય એટલે એ બેટરી દિવસે ચાર્જ થઇ જાય અને રાતે પાવર આપે. એ બેટરી અંદાજે દશ થી બાર વર્ષ ચાલે છે. દશ થી બાર વર્ષ પછી બેટરી બદલવી પડે છે. અને સોલાર પેનલ ની વાત કરીએ તો સોલાર પેનલ ૨૫ થી ૩૦ વર્ષ ચાલે છે. ૨૫ થી ૩૦ વર્ષ પછી પેનલ બદલાવવી પડે છે.
સ્થળ બદલી શકાય છે.
પેનલ એક જગ્યાએથી બીજી જગ્યા એ ખસેડી શકાય એવી હોય છે. એટલે ભવિષ્યમાં સ્થળ બદલાવવા નું થાય તો તમે કોઈજ પ્રોબ્લેમ વગર આ પ્લાન ને એક જગ્યા એ થી બીજી જગ્યાએ ખસેડી શકો છો. એટેલે ભવિષ્યમાં તમે નવું ઘર બદલો તો આ યોજના નો લાભ ચાલુ રહેશે.
એસી પણ ચાલશે
એક કિલોવોટ વળી કેપેસીટી ના સોલાર પેનલમાં આમ જોઈએ તો એક ઘરની જરૂરિયાત પૂરતી વીજળી મળી શકે છે. અને તમારે જો એસી ચલાવું હોય અથવા મોટા બીજા સાધનો ચાલવા હોય તો એક કરતા વધારે સોલર પેનલની જરૂર પડશે. જે તમે મૂકી અને તમારી જરૂરિયાત પૂરી કરી શકો છો.
પૈસા પણ કામી શકો છો.
અમુક રાજ્યો માં સરકારે વધેલી વીજળી ને વહેચવાની મંજુરી આપી છે. જે વીજળી ને તમે ગ્રીડ માં પણ જોડી અને રાજ્ય સરકાર ને વહેચી શકો છો. એ સિવાય વીજળી નું ઉત્પાદન કરી અને વાપર્યા પછી જે ઉર્જા વધે એને તમે વહેચી શકો છો. આ વીજળી તમે લોકલ વીજળી કંપની ને વહેશી શકો છો. જેનો તમને યુનિટ ડીશ અંદાજે ૮ રૂપિયા જેટલો ભાવ મળે છે.
સરકાર નું લક્ષ્ય
સરકારે દરેક રાજ્યો માટે લક્ષ્ય નક્કી કરી દીધું છે. એક મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર 2022 સુધીમાં 4700 મેગાવોટ, દિલ્હીને 1100 મેગાવોટ, ઉતરપ્રદેશને 4300 મેગાવોટ ગુજરાતને 3200 મેગાવોટ, તામિલનાડુને 3500 મેગાવોટ, મધ્યપ્રદેશને 2200 મેગાવોટ, પશ્વીમ બંગાળને 2100 મેગાવોટ, ઓરિસ્સાને 1000 મેગાવોટ, કર્ણાટકને 2300 મેગાવોટ, છત્તીસગઢને 700 મેગાવોટનો લક્ષ્યાંક આપ્યો છે. અને આ સિવાય નાના રાજ્યો માટે 100થી 250 મેગાવોટ સુધી વીજળી નું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
તો મિત્રો જો તમને મોંઘા લાઈટ બીલ થી છુટકારો મેળવવો હોય અને પૈસા પણ કમાવા હોય અને તમારા ઘર ની છત પર સગવડ હોય તો આ યોજનાનો લાભ લઇ શકો છો અને અન્ય લોકો ને પણ લાભ લેવા જણાવી શકો છો.
લેખન અને સંકલન : દિવ્યા રાવલ