તમે અનેક ઘરોમાં પાલતુ પક્ષીઓ જોયા હશે અને તે પક્ષીઓને રમાડવા અને તેની માવજત કરવી તમને ખૂબ જ પ્રિય વસ્તુ હશે. ખાસ કરીને બાળકોને આ પક્ષીઓ સાથે વધુ લગાવ હોય છે. તે પક્ષીઓને ખવડાવે છે તથા તેની પૂરેપૂરી સંભાળ રાખે છે. લોકોનું માનવું છે કે આમ કરવાથી બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જાગશે તથા તેમનામાં જવાબદારી નો પણ વિકાસ થશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઘરમાં રાખવામાં આવતા આ પાલતુ પક્ષીઓના કારણે તમારા જીવનમાં થતા લાભ.
પક્ષીઓનો કલરવ વાતાવરણને જીવંત બનાવે છે તથા પર્યાવરણમાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા લાવે છે. પક્ષીઓના કલરવ ના કારણે ઘર હંમેશા હર્યું ભર્યું લાગે છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પક્ષીઓને ક્યારેય પણ નાના પાંજરામાં બંધ ન કરવા જોઈએ આ માટે તમે વધુ મોટી જગ્યા ધરાવતું પાંજરૂ રાખી શકો છો.
તમારી ખરાબ પરિસ્થિતિઓ માં પણ જો તમે આ પક્ષીઓને પ્રેમથી પંપાળતો અને તેની માવજત કરશો તો તે તમારા સ્વાસ્થ્ય, કારકિર્દી અને નાણા માટે ખૂબ જ સારી અસર કરશે.
ઘણા વિદ્વાનો દ્વારા કહેવામાં આવે છે કે, પક્ષીઓ ને પાંજરા માં પૂરી રાખવા યોગ્ય નથી. આમ કરવાથી તમારું જીવન પણ કેદ થઈ જાય છે. પરંતુ પક્ષીપ્રેમીઓ જો ખરેખર પોતાના ઘરમાં પાલતુ પક્ષી રાખવા માંગતા હોય તો આ પક્ષીઓને તેણે ક્યારેક ઘરમાં ફરવાની આઝાદી આપવી જોઈએ. જેથી પક્ષીઓની પાંજરાની કેદ પણ દૂર થાય છે તથા તમારા પક્ષીઓ તમારાથી દૂર જતા નથી.
પક્ષીઓને તમારા જીવનની હકારાત્મક ઉર્જા ની ચાવી માનવામાં આવે છે. ઘરમાં રહેલા પક્ષીઓ તમારા ઘરના વાતાવરણ ની પોઝિટિવિટી વધારવામાં ખૂબ મદદ કરે છે. જો તમે આ પક્ષીઓ પ્રત્યે પ્રેમભાવ બતાવશો તથા તેના પર ગુસ્સે નહીં થાવ તો તે તમારી અંદર નકારાત્મક ઉર્જાને દૂર કરી અને તમને સકારાત્મક વિચાર કરતા બનાવશે.
પક્ષીઓના પાંજરાને ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી તમારા જીવનની અંદર ખૂબ જ મદદગાર એવા મિત્રો મળશે, જેની સાથે તમે જીવનના દરેક કપરા ચઢાણો ખુબ જ આસાનીથી ચઢી શકશો.
આમ ઘરમાં આ પક્ષીઓ રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને તમારા તથા તમારા પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં સતત વધારો થતો રહેશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…