ઘરમાં ફેલાતી દરિદ્રતાને કરો આ રીતે દૂર

સામાન્ય રીતે ઘણી વખત આપણે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ યોગ્ય આર્થિક વળતર મળતું નથી અને   આપના ઘરમાં કાયમી  માટે દરિદ્રતાનો વાસ થતો હોય છે. ત્યારે લોકો એવું માને છે કે તેના નસીબમાં પૈસા નથી પરંતુ હકીકતમાં જો આવા લોકો અમુક યોગ્ય ઉપાય કરે તો તેના ઘરમાં રહેલી દરિદ્રતા પણ દુર થાય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જે કરવાથી જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા આવી રહી હોય તો તે દૂર થશે અને તે ઓછી મહેનતે પણ વધુ ધન કમાઈ શકશે અને સાથે-સાથે તેના ઘરમાં ધન-ધાન્ય નો વાસ થશે માતા લક્ષ્મીની કૃપા તેના ઉપર બની રહેશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો દરરોજ કીડીઓના દર ની પાસે મીઠી રોટલી ના કટકા રાખવામાં આવે તો તમારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારા દરેક કામ પુરા થાય છે આવુ કરવાથી મોટામાં મોટું દુર્ભાગ્ય હોય તે પણ તમારા સૌભાગ્યની અંદર ફેરવાઈ જાય છે અને તમારા ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ થાય છે.

નોકરી ધંધામાં સફળતા મેળવવા માટે તથા તમારા ધંધાને બરકત કરાવવા માટે જો મીઠી રોટલી બનાવી તેની અંદર બરાબર ઘી ઉમેરી પંડિત ની ઉપર ઉતારી અને કોઈપણ વ્યક્તિને દાન કરી દેવામાં આવે તો તેના કારણે તમારું ઈચ્છિત વરદાન મળી જાય છે કોઈપણ ગરીબ વ્યક્તિને આ રોટલી ખવડાવી આબાદ રૂપિયા 11 નું દાન કરવું તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે.

દરરોજ ભોજન જમતી વખતે સૌથી પહેલી રોટલી ને તમારા  પિતૃ ના નામે અલગ કરી લો અને દરરોજ સવારે કોઈ પણ ગાયને તે રોટલીને ખવડાવી દો. આમ કરવાથી તમારા ઘરની દરિદ્રતા દૂર થશે અને કાયમી માટે તમારા ઘરમાં તમારા પિતૃઓના આશીર્વાદ બની રહેશે અને આથી જ તમારા ઘરમાં હંમેશાં માટે ધન-સંપત્તિનો વાસ થશે.

દરેક મહિનાના પહેલા બુધવારે એક પોટલી ની અંદર હળદરની થોડી ગાંઠ મારી તેને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પિત કરી દો. આમ કરવાથી તમારા ઘર પર ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ વરસશે અને તમારા ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થશે.

ઘરમાં આવતી દરિદ્રતાને દૂર કરવા માટે તમારા તિજોરી ની અંદર નવ લક્ષ્મીજીને આકારની ગોળીઓ અને એક તાંબાનો સિક્કો નાખી દો. આમ કરવાથી તમારી તિજોરીમાં કાયમી માટે માતા લક્ષ્મીનો વાસ થશે અને તમારા ઘરમાં આવતી દરિદ્રતા દૂર થશે.

રવિવારના દિવસે તુલસીના છોડ પર દૂધ અર્પણ કરવાથી પણ તમારા ઘરની દરિદ્રતા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહે છે આથી તમારા ઘરમાં અચાનક ધનલાભ થવાની શક્યતા વધી જાય છે અને તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *