જ્યારે આપણે સવાર-સાંજ ભગવાનની આરતી કરતાં હોઈએ છીએ ત્યારે સાથે સાથે આપણે દિવાની સાથે અગરબત્તી પણ પ્રગટાવતા હોઈએ છીએ. મોટાભાગની દુકાનો માં તથા ઘરોમાં રોજ સવારે અને સાંજે અગરબત્તી કરવામાં આવે છે અને આ અગરબતી ની સુગંધ સમગ્ર વાતાવરણને મહેકાવી દે છે. પરંતુ શું તમે આગળ કરવા પાછળનું કારણ જાણો છો.
આજે બજારની અંદર વિવિધ સુગંધવાળી અગરબત્તી મળી રહે છે અને આપણે લોકો આ અલગ-અલગ સુગંધવાળી અગરબતીને દરરોજ સવારે અને સાંજે પ્રગટાવીએ છીએ. પરંતુ હજી સુધી આપણને આગળ કરવા પાછળનું સાચું કારણ જાણવા મળ્યું નથી આપણી આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે તેને નિભાવતા આવીએ છીએ. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અગરબત્તી કરવા પાછળના કારણો.
એવું માનવામાં આવે છે કે જ્યારે તમે અગરબત્તી કરો છો અને ત્યારબાદ તમે ભગવાનને પ્રાર્થના કરો છો ત્યારે તમારી એ પ્રાર્થના અગરબતી ના ધુવાડા ની સાથે ભગવાન સુધી પહોંચી જાય છે અને આથી જ પ્રાર્થના કરતી વખતે અગરબત્તી સળગાવવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે અગરબત્તીના ધુમાડાના કારણે તમારા મનની અંદર સકારાત્મક વિચારો ફેલાય છે અને વાતાવરણની અંદર ચોમેર સુગંધ ફેલાઈ જાય છે.
અગરબત્તી પ્રગટાવવા પાછળનું એક કારણ એ પણ છે કે અગરબત્તી ના ધુમાડાના કારણે તમારા શરીરની અંદર અમુક પ્રકારના રોગ સામે લડવાની શક્તિ ઉત્પન્ન થાય છે. અગરબત્તીનો ધુમાડો તથા તેની સુગંધ તમારા મગજની અંદર એક પ્રકારની હીલિંગ પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. જેને કારણે તમારો મગજ શાંત થાય છે અને તમે માનસિક રીતે રિલેક્સ થઇ જાવ છો.
હિન્દુ ધર્મની અંદર જ્યારે અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. ત્યારે તમારી આસપાસ એક અલગ જ પ્રકારની મહેક ફેલાઈ જાય છે જેને કારણે વાતાવરણ ની અંદર સકારાત્મકતા આવે છે અને આપણા ઘરમાં તથા આપણી ઓફિસમાં એક પ્રકારનું ધાર્મિક વાતાવરણ થાય છે. જેને કારણે લોકોની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે.
આ ઉપરાંત ચીન ઇજિપ્ત અને તિબેટની દેશોમાં અગરબત્તીનો ઉપયોગ એરોમાથેરાપી કરવા માટે પણ કરવામાં આવે છે. કેમકે, આ થેરાપી દ્વારા લોકો અનેક પ્રકારના રોગોથી બચી શકે છે અને અનેક રોગો સામે રક્ષણ મેળવી શકે છે આમ અગરબતી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આયુર્વેદિક મહત્વ પણ ધરાવે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.