આપણા શરીરને નીરોગી અને સ્વસ્થ રાખવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે, પરંતુ આજે માણસો પોતાના કામના ટેન્શનના કારણે તથા અન્ય સ્ટ્રેસના કારણે પૂરતી રીતના ઊંઘી શકતા નથી અને અનિદ્રાનો શિકાર બને છે. લોકો લાખ કોશિશ કરવા છતાં પણ ઊંઘી શકતા નથી. તેની પાછળનું મુખ્ય કારણ છે સ્ટ્રેસ અને તણાવ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો કારગર ઉપાય જેનાથી તમારી આ સમસ્યા થશે કાયમી માટે દૂર.
આપણા રસોડામાં વપરાતા તમાલપત્ર થી લગભગ આપણે સૌ વાકેફ હસુ. તમાલપત્ર ન તો ખાલી તમારા ભોજનનો સ્વાદ વધારે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી છે. તેની સુગંધ ભોજનના સ્વાદ ને ચાર ચાંદ લગાવી દે છે. તમાલ પત્ર ની સુગંધ તમારા માનસિક થાક ને પણ દૂર કરી દે છે.
આથી અનિદ્રાની બીમારીથી પીડાતા લોકો માટે તમાલપત્ર ખુબજ લાભકારી સાબિત થાય છે. આ માટે રાત્રે અંદાજે સુવાની 20 મિનિટ પહેલા તમારા રૂમમાં જો એક તમાલપત્રને સળગાવશો તો તેની સુગંધ ચોમેર ફેલાઈ જશે. જે સુતા સમયે તમારા મનમાં રહેલા તણાવને દૂર કરશે અને આ તમાલપત્ર તમને તરોતાજા કરી દેશે.
આથી તમે ગમે તેટલા સ્ટ્રેસમાં હશો કે માનસિક થાકેલા હશો તોપણ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જવાના કારણે તમે આરામથી સુઈ શકશો. આ ઉપરાંત આ તમાલપત્ર ની સુગંધ તમારા રૂમમાં એક કુદરતી ઐર ફ્રેશનર જેવું કામ કરશે અને વધારની દુર્ગંધને દુર કરશે. આમ ભોજનનો સ્વાદ વધારતા આ તમાલપત્ર તમને સારી નીંદર માટે પણ ખુબ અસરકારક રીતે ઉપયોગ કરી શકો છો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.