શું તમને કોઈપણ કાર્ય કરો છો તેમાં સફળતા નથી મળતી? કે પછી તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે? તો આ ખરાબ સમય ને સુધારી પણ શકો છો જો તમે તમારા ઘર ની અંદર વાસ્તુશાસ્ત્રશાસ્ત્ર મુજબ થોડા ઘણા ફેરફારો કરી ને.
સૌ પ્રથમ તમારા ઘર ની અંદર ચેક કરો ઘડિયાળ કઈ દિશામાં લગાવામાં આવી છે? અને ઘડિયાળને લગતી આ બાબતો નું ધ્યાન રાખવું.
ઘર ની અંદર કોઈ દિવસ બંધ ઘડિયાળ રાખવું નહિ. બંધ ઘડિયાળ ને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુશાર જો તમારા ઘર ની અંદર બંધ ઘડિયાળ છે તો તે તમારા વિચારો, સ્વભાવ માં નકારાત્મકતા લાવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુશાર લોલક વારી ઘડિયાળ ને ખુબજ શુભ માનવામાં આવે છે.આનાથી તમારી પ્રગતિ થશે.આ લોલક વારી ઘડિયાળ ને ઉતરપૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુશાર ઘડિયાળ હમેશા ગોળ અને ચોરસ આકાર ની હોવી જોઈએ. એવું માનવામાં આવે છે એ આવી ઘડિયાળ થી ઘર ની અંદર પ્રેમ અને શાંતિ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુશાર ઘડિયાળ કોઈ દિવસ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ નહી.આવું કરવાથી ઘરના મોટા વ્યક્તિ ની તબ્યત બગડી શકે છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ના દરવાજા ઉપર કોઈ દિવસ ઘડિયાળ લટકાવવી નહિ કેમકે દરવાજા ઉપર લગાવામાં આવેલ ઘડિયાળ તણાવ અનેઘર ની અંદર નકારાત્મક ઉર્જા નો વધારો કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.