ચીની વિદ્યા ફૂંગશુઈ માં એમ તો અનેક ગેજેટ પ્રચલિત છે, પરંતુ ગાય ને વિશિષ્ટ મહત્વ પ્રાપ્ત છે. ફેંગશુન નું પણ માનવું છે કે ગાય કામધેનું એટલે કે કામના પૂરી કરવા વાળી અને માનસિક શાંતિ પ્રદાતા છે. એવું માનવામાં આવે છે કે એમના વાછડા ને દૂધ પીવડાવતી ગાય ના પ્રતિક રૂપ ને ઘર માં સ્થાપિત કરવાથી માત્ર યોગ્ય સંતાન ની જ પ્રાપ્તિ નથી થતી, પરંતુ એવા સંતાન ને ક્યારેય ધન નો અભાવ નથી થતો. ફેંગશુઈ માં ગાય ના મહત્વ ને લગભગ એ પ્રકારે સ્વીકારવામાં આવ્યું છે જે પ્રમાણે હિંદુ ધર્મ સંસ્કૃતિ માં છે. હિંદુ માન્યતા ની અનુસાર ગાય માં ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ માનવામાં આવે છે. તેથી ગાય ને માતા સ્વરૂપ આપવામાં આવ્યું છે.

જાણો ફેંગશુઈ ગાય ને સ્થાપિત કરવાના લાભ-

બઝાર માં આ ગેજેટ ઘણા રૂપો માં મળે છે. એમાં થી જ એક રૂપ છે, એમના વાછરડા ને સ્તનપાન કરાવતી ગાય નું. ફેંગશુઈ નું માનવું છે કે આ પ્રતિક રૂપ ને ઘર માં સ્થાપિત કરવાથી નીસંતાન જેવી સમસ્યાઓ થી મુક્તિ મળે છે, અને સ્વસ્થ તેમજ ગુણવાન સંતાન ની પ્રાપ્તિ થાય છે. તેમજ મુદ્રા એટલે કે સિક્કા ના ઢગલા પર બેસેલી ગાય નું પ્રતિક રૂપ ફેંગશુઈ માં ખાસ લોકપ્રિય છે. આવું પ્રતિક રૂપ ક્યાંય પણ સ્થાપિત કરી શકાય છે. જો કે પરિવાર તેમજ સંસ્થાન માટે સૌભાગ્ય તેમજ સમૃદ્ધી આમંત્રિત કરે છે. અને ઘરમાં સમાનતા જળવાઈ રહે છે.

આજે વ્યક્તિ અતિ મહત્વાકાંક્ષી છે, જેને પૂરું ન થવા પર તે અશાંત અને વ્યાકુળ થઇ ઉઠે છે. એવા વ્યક્તિઓ ને માનસિક શાંતિ માટે ફેંગશુઈ ગાય ને ઘર માં સ્થાપિત કરવી જોઈએ. આ ગેજેટ માત્ર માનસિક શાંતિ પ્રદાન કરે છે, સાથે આપણી ઉચિત ઈચ્છાઓ ને પૂરી કરવામાં મદદગાર પણ સાબિત થાય છે. ગાય ને ઘર માં રાખવાથી ઘર માં ખરાબ શકતી આવતી નથી અને ઘર માં શાંતિ બની રહે છે. ગાય ના રૂપ ને રાખવાથી ઘર માં ખુશી જળવાઈ રહે છે અને ઘરમાં માન સમ્માન જળવાઈ રહે છે.