Categories: રસપ્રદ

આ ફોટો ભાગ્યે જ જોવા મળે એવા છે…ઈન્ટરનેટ પર અત્યાર સુધીમાં અપલોડ થયેલા ગુજરાતના બધા જ જુના ફોટોનું કલેક્શન

આ ફોટો ભાગ્યે જ જોવા મળે એવા છે…ઈન્ટરનેટ પર અત્યાર સુધીમાં અપલોડ થયેલા ગુજરાતના લગભગ બધા જ જુના ફોટોનું કલેક્શન તમને માત્ર આ એક લીંકમાં જોવા મળશે…દરેક ફોટોને નીરખીને જો જો અને કલ્પના કરજો એ જમાનો અને આ જમાનો કેટલો બદલાઈ ગયો છે !! તો ચાલો, આજે તમને લઇ જાવ મારા અને તમારા પ્રિય એવા “ગરવી ગુજરાત” ની યાત્રા પર…

૧. શરુઆત કરીએ જુનાગઢના ગીરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરથી જ્યાં આજે પણ લાખો લોકો ૯૯૯૯ પગથીયા ચડીને અહી “માં” અંબાને મળવા માટે આવે છે…!૨. જુઓ, ૧૮૯૫માં ગીરનાર પર્વત કેવો લાગે છે !

૩. ગીરનાર પર્વત પરથી જુનાગઢ શહેરનો લેવાયેલો પ્રથમ ફોટો…જે જુનાગઢમાં રહેતા હશે તે લોકોને ખ્યાલ આવશે કે આજે ઉપરથી બિલ્ડીંગ જ દેખાય છે !

૪.  ગિરનારની નીચે ઉતરતા જ જે દામોકુંડ આવે છે તેનો સૌથી જુનો ફોટો..અહી, એવી માન્યતા છે કે આ કુંડમાં મૃત્યુ બાદ અર્થી પધરાવાથી આત્માને તરત જ શાંતિ મળે છે…ઓમ શાંતિ !!

૫. ચાલો, જુનાગઢ પછી હવે જઈએ મહાદેવને મળવા તેના ગામ “સોમનાથ” માં !

૬ .  ૧૭-૧૭ વખત મહમદ ગઝનીએ આ મંદિરને ખંડિત કરવાનો પ્રયન્ત કર્યો…૭. કરી લો સોમનાથ મંદિરની અંદરની પ્રદક્ષિણા…એ પણ ૧૮૬૯માં…

૮. આઝાદ ભારતનો સોમનાથ મંદિરનો પ્રથમ લેવાયેલો એકમાત્ર ફોટો !

૯.  સોમનાથ સુધી આવ્યા છીએ તો હાલો વેરાવળ પણ થતા જઈએ…

૧૦.  વેરાવળની આ દીવાદાંડીનો સૌ પ્રથમ ફોટો

૧૧. ચાલો, હવે જઈએ કરછ બાજુ…તમે નહિ માનો પણ આ કરછના રણનો લેવાયેલો સૌ પ્રથમ અને દુર્લભ ફોટો !

૧૨. જુઓ, ૧૯૬૦નું ગાંધીધામ કેવું દેખાય છે !!

૧૩. ચાલો, હવે ઘોડાગાડી લઈને જઈએ જામનગર બાજુ, ત્યાના રેલ્વે સ્ટેશનનો પ્રથમ ફોટો !

૧૪. જામનગરનું એક જુનું મંદિર

૧૫.  રંગીલા રાજકોટ વાસીઓ આ ફોટો જોઇને દંગ રહી જશે !

૧૬. ચાલો સાથે સાથે મોરબી લેતા જઈએ…જુઓ..મોરબી રેલ્વે સ્ટેશનનો સૌથી જુનો ફોટો !

૧૭. ચાલો હવે બરોડા, જુઓ..બરોડા બેંક રોડ ૧૮૮૦ માં કેવો દેખાય છે !

૧૮.  એક ગુજરાતી તરીકે બરોડાની કમાટી બાગમાં ન ગયા હોય એવું તો બને જ નહિ !!

૧૯. તમે નહિ માનો પણ જયારે વિશ્વામિત્રી નદી પર બંધ બાંધવાનો હતો ત્યારે ૧૭૮૩માં તે બંધનો બનાવેલો આ પ્રથમ સ્કેચનો ફોટો છે.

૨૦. જુઓ, જયારે ઓરીજીનલ ૧૮૯૦માં પૂલ બનેલો ત્યારે કેવો દેખાયો અને હાલ તે કેવો છે !!

૨૧. જુઓ, ૧૯૦૨માં ભાવનગર કેવું દેખાતું !

૨૨. જુનું મહેસાણા શહેર…

૨૩. ચાલો, હવે ગુજરાતના ગઢ એવા અમદાવાદનો વારો, ૧૪૫ વર્ષ પહેલા તે આવું દેખાતું !

૨૪. અમદાવાદના પ્રખ્યાત માણેક ચોકનો ૧૮૮૦માં લેવાયેલ ફોટો !

૨૫. અમદાવાદનું જમાલપુર તે વખતે કઈક આવું દેખાતું !

૨૬. આ તો ખરેખર અતિહાસિક અને મજેદાર છે, જે જગ્યાએ આજે સાબરમતી રીવર ફ્રન્ટ છે તે જગ્યા એ લોકો કપડા ધોતા !

૨૭.  અમદાવાદનું જુના માર્કેટ જ્યાં આજે ગીતા મંદિર છે તે જગ્યા….

૨૮.  ૧૯૨૯માં સુરતની ઉતરાયણનો એક દુર્લભ ફોટોગ્રાફ !

૨૯. આપણું લોથલ..આપણી સંસ્કૃતિ…

૩૦. જુઓ, કેવો હતો ગુજરાતી મહિલાઓનો પહેરવેશ

૩૧. ખરેખર એતિહાસિક તસ્વીર..૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નું ગુજરાત સમાચાર !!

૩૨. પોરબંદરનો એક યુવાન બની ગયો રાષ્ટ્રપિતા !!

૩૩. આફ્રિકામાં ગાંધીજીની ઓફીસ નીચે પડેલી તસ્વીર

૩૪. નવનિર્માણ આંદોલન વખતે ગુજરાત…

૩૫. એક પૈસો…તે વખતે નાના નાના રાજ્યો હતો અને દરેકના પોતાના ચલણો હતા…

આશા રાખું છું કે આ પોસ્ટ જોઇને તમારો જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ અચૂક વધ્યો હશે ! અને તમને પણ તમારા જુના દિવસો, તમારું જન્મ સ્થળ , તમારું ગામ, તમારા કુટુંબની જૂની પેઢીઓ અને તેનો ઈતિહાસ યાદ આવ્યો હશે કા તો તેને જાણવા અને યાદ કરવાનું કુતુહલ અવશ્ય થયું હશે ! ખરું ને ? આ પોસ્ટને એક સામાજિક જવાબદારી સમજીને વધુમાં વધુ લોકો સુધી પહોચતી કરજો એ જ આશા અને અપેક્ષા સહ, ફરી મળીશું !

– આપનો વેલ વિશર, જેંતીલાલ.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago