ગરોળીનુ નામ સાંભળતા જ કેટલાય લોકો થર થરી જતા હોય છે. ગરોળી એક નાનકડો જીવ છે પરંતુ તેને માણસો જોયને જ બીક લગતી હોય છે જો ઘરની કોઈ દીવાલ પર કે પછી ઓફિસની કોઈ દીવાલ પર અચાનક જો ગરોળી ફરતી જોવા મળે તો કેટલાય લોકો ડરી જાય છે અને ચીસા ચીસી કરવા લાગે છે.
કારણ કે ગરોળી ઝેરી પણ હોય છે. આ ગરોળીને ઘર મા અથવા તો ઓફિસમા થી ભાગડાવી હોય તો કેટલાક એવા ઘરેલુ ઉપચાર છે જેનાથી તમે ગરોળીને ભગાડી શકો છો તો આવો જોઇએ કેટલાક એવા ઘરેલુ ઉપાય જેનાથી તમે ગરોળીને ઘરમાથી ભગાડી શકો છો.
સાંભળવામા થોડૂક અલગ લાગશે પંરતુ તમે બધાએ ક્યારેક ને ક્યારેક તો ગરોળી ને ભગાડવા માટે કેટલાક પ્રયત્નો કર્યા હશે. પણ ગરોળી ભગાડવા માટે લગાવવા મા આવતા મોરના પીછા અને કપૂરના ઉપયોગથી પણ કોઇ રાહત મળી નથી. માટે આ સેહલા ઘરેલુ ઉપાયથી આ સમસ્યાનો અંત આવી શકે છે બસ જણો નીચે
સૌથી પહેલા ડુંગળી લો અને તેને છુંદી નાખો અને પછી એક લસણ લો આ બંને નો રસ કાઢી એક શીશા મા ભરો અને ગરોળી ભગાડવા માટે એક અને આ રસમા બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી ત્યાર બાદ તમને લાગે છે કે જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાટકોણી દો. બસ આમ કરવાથી તમારા ઘરમા ગરોળી કયારેય આવશે નહી.
આ સિવાય તમે ઘરમા જે ખૂણામા વધારે ગરોળી આવે છે બસ ત્યા લસણની કળી પણ મૂકી શકો છો. અને આમ કરવાથી ગરોળી ઘરમા થી ભાગી જશે.
હવે આ રસ શિવાય પણ બીજો એક રસ્તો એ છે હવે આ સિવાયના બીજા ઘણા અખતરા જેવા કે ગરોળી ભગાડવા માટે ડુંગળી ના અખતરા કરીને ભગાડી શકો છો. આ માટે તમારે એક ડુંગળી ને લઈને ડુંગળી ને લાબી સુધારીને તેને દોરી થી બાંધી લો અને જ્યા ગરોળી વારમ વાર આવતી હોય ત્યા ટીંગાડી દેવું આટલુ કરવાથી તમને ગરોળી થી છૂટકારો મળે છે અને ગરોળી ઘરમા ક્યારેય આવવાની હિમ્મત પણ નહિ કરે.
અને ત્રીજો સ્ત્રોત છે ગરોળીને ભગાડવા માટે કાળામરી ના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ સ્પ્રે બનાવવા માટે તમારે કાળામરી પાઉડર મા પાણી મિક્સ કરીને બોટલ મા ભરી દો જેવી રીતે ડુંગળી અને લસણ નુ પાણી બનાવ્યુ તે રીતે. આ પાણીને ઘરના દરેક ખૂણામા છાંટી દેવાથી ગરોળી દૂર ભાગે છે જય મોટા ભાગે ગરોળી આવતી હોય.
હવે નો વધારાનો નુસખો એ છે કે આપણે બધા આપણા કપડા વચ્ચે જે ફીનાઈલ ની ગોળી જે રાખીએ છીએ જેથી જીવાત ન આવે અને કપડા ના બગાડે. તમે આ ફિનાઈલ ની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં ૨ થી ૩ ગોળી મૂકી દો. તે તેવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.