૧. ગરમી ને લીધે થતા માથાના દુઃખાવા અને એસીડીટીથી બચવા વધારે માત્રામાં પાણી પીવું. પણ ખાસ ખ્યાલ એ રાખવો કે પાણી માટલાનું હોવું જોઈએ. જયારે તમે વધારે માત્રામાં પાણી પીશો તો તમારા પેશાબ નો રંગ સફેદ એટલે કે પાણી જેવો જ પર્ધાર્શક આવશે. જો એવો ના આવતો હોઈ તો વધારે માત્રામાં પાણી પીવું. જયારે તમે આમ કરશો તો પાણી તમારા શરીર ના તાપમાન ને સંતુલિત રાખશે.
૨. સવાર ના ૧૧ વાગ્યાની આજુબાજુ અથવા જમવાના એક બે કલાક પેહલા કોકમ ના શરબતમાં તકમરિયા પલાળી ને પીવાથી ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ જળવાઈ રહે છે.
૩. જમતી વખતે દહીં-ભાત લેવા થી બ્લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે. દહીં-ભાત સારામાં સારું પ્રી અને પ્રો બયોટીક આહાર છે. જો તમે એને બપોરના ભીજન માં નથી લેતા તો ૪-૬ વાગ્યા ના સમય માં તો અચૂક થી લેજો.
૪. ગુલકંદ વાળું દૂધ રાત્રે સુતા સમયે લેવાથી સારી ઊંઘ આવે છે. ગુલકંદ વાળું દૂધ કુદરતી કુલંટ છે જેથી શરીર ને ઠંડુ રાખે છે ને તમને સારી ઊંઘ આવે છે.૫. ઉનાળાનું સૌનું ભાવતું ફળ એટલે કેરી. રોજ બપોરનાભોજનમાં જરૂર થી આરોગવી. જે લોકો ને ડાયાબીટીસ છે એ લોકો એ પણ કેરી ખાવી જોઈએ. જો તમે જમણવા કેરી નથી ખાતા તો બપોરના નાસ્તા માં તો અવશ્ય કેરી ખાવી જ જોઈએ. કેરીમાં વિટામીન બી ભરપુર માત્રા માં ઉપસ્થિત હોઈ છે જે આપણને ભરપુર શક્તિ આપે છે ને સાથે સાથે આપની ચેતો ને પણ સ્થિર રાખે છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.