આજના જમાનામાં અનેક લોકો પોતાના વધતા જતા વજનથી પીડાતા હોય છે. અને તે સતત ચિંતિત હોય છે કે કઈ રીતે તે પોતાનું વજન ઓછું કરી શકે અને આ માટે તે રાત ને દિવસ મહેનત કરતા હોય છે તમે જ્યારે કોઈ ને પૂછો કે ક્યાંય પણ વાંચો તો તમને વજન ઘટાડવા માટેના હજારો નુસખાઓ મળી રહેશે કે જેના દ્વારા તમે તમારું વજન ઘટાડી શકો છો.
પરંતુ તેની સામે અમુક લોકો એવા પણ છે, કે જે ગમે તેટલું ખાવા છતાં પણ પોતાનું વજન કે પોતાનું શરીર વધારી શકતા નથી, અને તે કાયમ માટે દૂબળા-પાતળા જ રહે છે. તે ગમે તેટલું ખાઈ લે છતાં પણ પોતાનું વજન વધારી શકતા નથી વજન ઘટાડવા માટે ના તો અનેક ઉપાયો તમારી પાસે હશે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે તમારું વજન વધારી શકો છો.
દૂધ અને ખજૂર
જો તમારે પણ તમારું વજન વધારવો છે તો દરરોજ દૂધ અને ખજૂરનું સેવન કરવું જોઈએ કેમકે દૂધ અને ખજૂર આ બંને શક્તિવર્ધક વસ્તુઓ છે આ માટે તમારે રોજ રાત્રે ખજૂર ના નાના નાના કટકા કરી એક ગ્લાસ દૂધમાં પલાળી દો ત્યારબાદ સવારે આ દૂધમાં બ્લેન્ડર ફેરવી ખજૂર નું જ્યુસ બનાવી તેને પી જવું આટલું નિયમિત રૂપે સેવન કરવાથી થોડા દિવસોમાં તમારુ વજન ધીમે ધીમે વધવા મળશે તથા તમારા શરીરમાં નવું લોહી બનશે જેથી તમારી બોડી પણ વધી જશે.
દૂધ અને અશ્વગંધા
જો તમે પણ દુબળા- પાતળા શરીરથી ના ખુશ હો અને તમારે પણ તમારું બોડી બનાવવું હોય તો તમારે જરૂર છે અશ્વગંધા પીવાની આ માટે દરરોજ સવારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધાનું પાઉડર ઉમેરી તેને બરાબર હલાવી પી જવું આ મિશ્રણ જો વધુ કડવું લાગે અને ન ભાવે તો આ દૂધમાં એક ચમચી સાકર પણ મેળવી શકાય છે આ અશ્વગંધાનું સેવન કરવાથી થોડાક દિવસોમાં તમારા શરીરને માસપેશીઓ ધીમે ધીમે વધવા લાગશે અને તમારું શરીર પણ એકદમ ભરાવદાર થઇ જશે.
દૂધ અને કેળા
દૂધ અને કેળા બને કેલ્શિયમનો ભંડાર છે જો દૂધ અને કેળાનું એકસાથે મિશ્રણ કરીને સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે જેને કારણે તમારા હાથ ધીમે ધીમે વધુ થાય છે અને તેની અંદર રહેલું બોનમેરો પણ વિકસિત થાય છે જેને કારણે તમારા શરીરનો પૂરતો વિકાસ થાય છે અને તમે પણ પાતળા શરીરમાંથી એક ભરાવદાર શરીર બનાવી શકો છો.
અમુક સામાન્ય ઘરેલુ ઉપચાર દ્વારા તમે પણ તમારું વજન વધારી શકો છો તથા તમારી સુકાઈ ગયેલી દુબળી બોડી ને એક ભરાવદાર શરીરમાં બદલી શકો છો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.