ગજેન્દ્ર મોક્ષ ની કથાનું વર્ણન શ્રીમદ્ ભગવદ્ પુરાણ માં કરવામાં આવ્યું છે. ક્ષીરસાગર માં દશ હજાર યોજન ઉંચો ત્રિકુટ નામનો પર્વત હતો. એ પર્વતના ઘોર જંગલ માં ઘણી હાથીણીઓ ની સાથે એક ગજેન્દ્ર હાથી નિવાસ કરતો હતો. તે બધી હાથીણીઓ નો સરદાર હતો. એક દિવસ તે એ પર્વત પર એમની હાથીણીઓ ની સાથે મોટી મોટી ઝાળીઓ અને ઝાડ ની વચ્ચે ફરતો હતો. એની પાછળ પાછળ હાથીણીઓ ના નાના નાના બચ્ચા તથા હાથીણીઓ ફરી રહી હતી.
ખુબ ઘણા તાપમાન ના કારણે એને તથા એના સાથીઓ ની તરસ લાગી હતી. ત્યારે તે એમના સાથીઓની સાથે નજીકના સરોવર પાસે પાણી પીને તરસ મીટાવવા લાગ્યો. તરત છીપાવ્યા પછી તે બધા સાથીઓની સાથે સ્નાન કરીને જળ-ક્રીડા કરવા લાગ્યા. એ સમયે એક બળવાન મગરમચ્છે એ હાથી ના પગ ને મોઢામાં દબોચી પાણી ની અંદરખેંચવા લાગ્યો. ગજેન્દ્ર એ એમની પૂરી શક્તિ લગાવીને સ્વયં ને છોડાવવાની કોશિશ કરી પરંતુ અસફળ રહ્યો. એના સાથીઓ એ પણ બચાવવામાં મદદ કરી પણ સફળ થઇ શક્યા નહિ.
જયારે ગજેન્દ્ર એ પોતાના મૃત્યુ ની નજીક અને કોઈ ઉપાય રહ્યો નહિ ત્યારે એને પ્રભુના શરણ લીધા અને આર્તનાદ સાથે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. જે સાંભળીને ભગવાન શ્રી હરી સ્વયં આવીને એના પ્રાણ ની રક્ષા કરી.
પૂર્વ જન્મ કથા
જયારે શુક્ર દેવજી એ રાજા પરીક્ષિત ને આ કથા સંભળાવી તો રાજા પરીક્ષિત એ શુક્રદેવજી ને પૂછ્યું કે હે શુક્રદેવ મહારાજ! આ ગજેન્દ્ર કોણ હતો જેનો અવાજ સાંભળીને ભગવાન ભોજન છોડીને આવી ગયા. ત્યારે શુક્રદેવજી મહારાજ કહે છે- હે પરીક્ષિત પૂર્વ જન્મ માં ગજેન્દ્ર ના નામ નો ઇન્દ્રદયુંમ્ન હતો. તે દ્રવિડ દેશ નો પાંડવવંશી રાજા હતો. તે ભગવાન નો ખુબ મોટો સેવક હતો. એને એમનો `રાજપાટ છોડીને મલય પર્વત પર રહીને જટાઓ વધારીને તપસ્વી ના વેષ માં ભગવાન ની આરાધના કરતો હતો. એક દિવસ ત્યાંથી અગસ્ત્ય મુની એ જોયું કે આ રાજા એમના પ્રજાપાલન અને ગૃહ્સ્થોચિત અતિથી સેવા વગેરે ધર્મ ને છોડીને તપસ્વી ની જેમ રહે છે. તેથી એ રાજા ઇન્દ્રદયુંમ્ન પર ગુસ્સે થઇ ગયો, અને ગુસ્સામાં આવીને એમણે રાજા ને શ્રાપ આપ્યો – કે હે રાજા તમે ગુરુજનો સાથે વગર શિક્ષા ગ્રહણ કરીને અભિમાનવશ પરોપકાર થી નિવૃત થઈને મનમાની કરી રહ્યો છો, અર્થાત હાથની સમાન જડ બુદ્ધી થઇ ગયા તથી તમને તે અજ્ઞાનમયી હાથીની યોની પ્રાપ્ત થઇ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…