ફળની છાલનો કરો આ રીતે ઉપયોગ થશે અનેક ફાયદા.

દરેક લોકોને ફળ ખાવા તો ખુબ જ ગમતા હોય છે પરંતુ દરેક લોકો જાણીએ છીએ કે મોટાભાગના ફળોની અંદર તેની ઉપર રહેલી છાલ આપણે કોઈ ખાતા નથી. આપણે આ છાલને ફેંકી દઈએ છીએ અને તેની અંદર વચ્ચે રહેલો ગર્ભ જ આપણે ખાઈએ છીએ. સામાન્ય રીતે આપણે લોકો એવું સમજીએ છીએ કે આ છાલ ઝેરી હોય છે અને તેને કારણે તે ખાવા યોગ્ય હોતી નથી અને આટલા માટે જ આપણે તેને સમજીને ફેંકી દઈએ છીએ.

પરંતુ ફળોની આ છાલ તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી ઉલટાનું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત તમે આ છાલ નો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો છો. આ ફળો ની છાલ નો ઉપયોગ તમે ઘર સજાવવા માટે તથા તમારા ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ કરી શકો છો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફળોની આ વધારાની છાલનો ઉપયોગ.

મોસંબી

બીમાર માણસો માટે મોસંબી સૌથી ઉત્તમ ફળ માનવામાં આવે છે. પરંતુ મોટા ભાગના લોકો મોસંબીની છાલ ફેંકી દેતા હોય છે તેની જગ્યાએ જો આ મોસંબીની છાલ ને સુકવી દેવામાં આવે અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લેવામાં આવે તો તે અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે .

મોસંબીના છાલની પેસ્ટ કોઈપણ ધાતુ, લોખંડ, સ્ટીલ, બ્રાસ વસ્તુઓને સાફ કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે આ ઉપરાંત તે બાથરૂમ અને વોશબેસિન ને સાફ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

લીંબુ

સામાન્ય રીતે આપણે લીંબુ નીચોવીયા બાદ તેની વધેરી છાલને ફેંકી દઈએ છીએ પરંતુ આ લીંબુની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આપણા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે લીંબુની છાલનો ઉપયોગ તમે ત્વચાની સુંદરતા વધારવા માટે કરી શકો છો.

લીંબુ ની અંદર કુદરતી રીતે જે એસિડિક ગુણ હોય છે આથી તેનો ઉપયોગ કપડા પર લાગેલા ડાઘને દૂર કરવા માટે કરી શકાય છે. આ ઉપરાંત કચરાના ડબ્બામાંથી જો દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે પણ એમાં લીંબુનો ટુકડો રાખી શકાય છે.

સફરજન

સફરજનને પૌષ્ટિક તત્વો નો ભંડાર કહેવામાં આવે છે મોટેભાગે જ્યારે આપણે સફરજન ખાઈએ છીએ ત્યારે તેની ઉપરની છાલ ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ સફરજનની આ છાલને ફેંકવાની જગ્યાએ તમે તેમાંથી ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવી શકો છો સફરજનની છાલ માંથી તમે જામ પણ બનાવી શકો છો.

આમ કરવા માટે સૌપ્રથમ સફરજનની છાલ ને પાણીની અંદર ઉકાળી લો. જ્યારે સફરજનની આ છાલ એકદમ લાલ રંગની થઈ જાય ત્યારબાદ તેની અંદર જરૂર મુજબની ખાંડ ઉમેરી દો ત્યારબાદ તેને ઉકાળી લઇ આ મિશ્રણને એક એર ટાઈટ બોટલ ભરી લો બસ આ રીતે તૈયાર છે સફરજનની છાલ નો જામ છે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

નારંગી

નારંગી નો ઉપયોગ આપણે ઘરની સાફ સફાઈ કરવામાં તથા કોઈ પણ જગ્યાએથી દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે કરી શકાય છે. આ માટે નારંગીની છાલને પીસીને તેનો બારીક પાવડર ની બોટલ માં ભરી લેવો જ્યારે તમારે કાજ કે ટેબલ સાફ કરવું હોય ત્યારે આ નારંગીની છાલનો પાઉડર લગાવી તે જગ્યાએ સાદા કપડા થી ઘસવાથી કોઈપણ dag હશે તો જતા રહેશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *