વેક્સિંગ કરાવ્યા પછી હાથ-પગમાં થાય છે ફોલ્લીઓ? તો ફોલો કરો આજથી જ આ ટિપ્સ
આજના આ સમયમાં મોટાભાગની છોકરીઓ પગમાં તેમજ હાથમાં વેક્સ કરાવતી હોય છે. વેક્સિંગ કરાવવાથી મૃત ત્વચા દૂર થઇ જાય છે અને ત્વચા સુંવાળી લાગે છે. જો તમે પગમાં વેક્સ કરાવો છો તો તમે કેપ્રી, શોર્ટ્સ તેમજ વન પીસ જેવા અનેક આઉટફિટ્ આસાનીથી પહેરી શકો છો. કારણકે જો તમે પગમાં વેક્સ કરાવેલુ હશે અને આ ટાઇપના આઉટફિટ્ તમે પહેરો છો તો તમારા પગની રૂંવાટી નથી દેખાતી અને સાથે-સાથે તમારી સ્કિન પણ એકદમ વ્હાઇટ લાગે છે. જો કે પગમાં વેક્સ કરાવવાનો સૌથી મોટો ફાયદો આ છે. આ સાથે જો તમે હાથમાં વેક્સ કરાવો છો તો તેનાથી હાથ એકદમ સુંવાળા થઇ જાય છે અને તમે કોઇ પણ જાતની શરમમાં મુકાયા વગર સ્લિવલેસ પણ પહેરી શકો છો. પરંતુ તમને જણાવી દઇએ કે, ઘણી બધી છોકરીઓની સ્કિન એવી હોય છે જેને વેક્સ કરાવ્યા પછી તેની અનેક ઘણી સાઇડ ઇફેક્ટ થતી હોય છે.
આમ, વેક્સિંગ કરાવ્યા પછી અનેક લોકોને તેનાથી ઇન્ફેક્શન પણ થતુ હોય છે. આ સાથે ત્વચા પર ફોલ્લીઓ ઉપસી આવે છે અને ત્યારબાદ તેના ડાઘ રહી જાય છે. જો કે આ ફોલ્લીઓ તમારી ત્વચાનાં પ્રકાર ઉપર નિર્ભર કરે છે. ઘણા લોકોની ત્વચા પર ફોલ્લીઓ થોડા જ કલાકોમાં દૂર થઇ જાય છે તો કેટલાક લોકોને લાંબા સમય સુધી ફોલ્લીઓ ત્વચા પર રહી જાય છે અને સુકાઈ ગયા પછી ખંજવાળ આવે છે. જો તમને પણ વેક્સ કરાવ્યા પછી આ બધી સમસ્યાઓ થતી હોય તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે. જો તમે વેક્સ કરાવતા પહેલા અમુક બાબતોનુ ખાસ ધ્યાન રાખો છો તો તમને તેનાથી કોઇ પ્રોબ્લેમ થતો નથી. – જે દિવસે તમે વેક્સિંગ કરાવવાનું વિચારી રહ્યા હોવ તેના આગળના દિવસ ત્વચા પર પ્યુમિક સ્ટોન બિલકુલ ન ઘસો.
– વેક્સ કરનાર વ્યક્તિના હાથ બરાબર સ્વચ્છ છે કે નહીં તે પર પણ ખાસ ધ્યાન આપો. જો તેમના હાથ બરાબર ચોખ્ખા નહિં તો સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. – વેક્સિંગ કર્યા બાદ તરત જ ત્વચા પર આઈસ ક્યુબ લગાવો અને ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવો
– વેક્સ કરાવ્યા પછી બને તો 2-3 દિવસ સુધી ઢીલા અને ખુલતા કપડા પહેરો કારણકે ટાઈટ જીન્સ અથવા ટાઈટ કપડા પહેરવાથી ત્વચા ઘસાય છે જેનાથી ત્વચા છોલાઈ જવાનો ડર રહે છે.
– સેન્સેટીવ ભાગો પર એન્ટીબાયોટીક ક્રિમ લગાવો જેનાથી માર્ક ફેલાશે નહી.
– જે દિવસે તમે વેક્સિંગ કરાવવાના હોય તેના આગળના દિવસે હાર્ડ સોપનો ઉપયોગ ના કરો.
– વેક્સિંગ કરાવવાના બે દિવસ પહેલાથી જ ઠંડા પાણીથી નાહવાનો આગ્રહ રાખો જેથી કરીને વેક્સ કરાવતી વખતે સ્કિન બહુ બળે નહિં.
– વેક્સ કરાવ્યા બાદ તાજું લીંબુ, નાળીયેર તેલ અથવા ટી ટ્રી ઓઈલ મિક્સ કરીને ત્વચા પર લગાવો અને તેને 15 મિનિટ સુધી રાખો. ત્યારબાદ વોશ કરી લો. આ પ્રોસેસ કરવાથી વેક્સ કરાવ્યા પછી ત્વચા બળતી નથી અને ફોલ્લીઓ પણ નથી પડતી. – જો તમારી સ્કિન બહુ સેન્સેટીવ હોય તો ત્વચા પર થોડો બેબી પાઉડર લગાવી દો.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રો સાથે પણ શેર કરો.