નજીકના સમયમાં જ શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. અને શ્રાવણ મહિનો એટલે ઉપવાસનો મહિનો આ મહિનાની અંદર હજારો શિવભકતો ભગવાન શંકરને રીઝવવા માટે વ્રત રાખતા હોય છે. આ ઉપરાંત આ મહિનાની અંદર જાતજાતના તહેવારો પણ આવે છે. જેની અંદર પણ લોકો ઉપવાસ રાખતા હોય છે. પરંતુ જ્યારે લોકો ઉપવાસ રાખે છે. ત્યારે તેની પાસે પોતાનું પેટ ભરવા માટે સૂકી ભાજી સિવાય બીજો કોઈ રસ્તો નથી.
પરંતુ આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ તદ્દન નવી જ ફરાળી વાનગી જેનું નામ છે ફરાળી પૂરણપોળી. તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
સામગ્રી
- 5 નંગ બાફેલા બટેટા
- 200 ગ્રામ ખાંડ
- બે ચમચી એલચી પાવડર
- ત્રણ ચમચી શિંગોડાનો લોટ
- 1 કપ રાજગરાનો લોટ
- અડધી ચમચી જાયફળ પાઉડર
- થોડું ઘી
બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેની અંદર બાફેલા બટાટાનો છૂંદો જાયફળ એલચી અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે તેમાં ખસખસ ના બી ઉમેરી અને આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવવું. ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડુ થવા માટે રાખી દો.
હવે એક કપ રાજગરાનો લોટ લઈ તેની અંદર શિંગોડાનો લોટ ભેળવી બરાબર મિક્સ કરો. હવે પાણી કે દૂધ થી આ લોટને બરાબર બાંધી લો કે જેને કારણે તેની પૂરી વણી શકાય.
હવે તેમાંથી એક લૂઓ લઈ એક પૂરી બનાવો. અને તેના ઉપર એક ચમચા જેટલું બટાકાનો મસાલો મૂકો અને ત્યારબાદ તેને કચોરીની જેમ ચારે બાજુથી પેક કરી દો.
ત્યારબાદ એક નોનસ્ટીક પેન ની અંદર થોડું ઘી મૂકી આ પૂરીને શેકી લો. બસ આ રીતે તૈયાર છે ગરમાગરમ ફરાળી પુરણપોળી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.