આપણા દેશમાં સામાન્ય રીતે ફાંસીની સજા ખૂબ સહેલાઇથી આપવામાં આવતી નથી. કોઈ પણ ગુનેગાર ને તેના અક્ષમ્ય ગુના બદલ ફાંસીની સજા ત્યારે જ આપવામાં આવે છે, કે જ્યારે તેનો અપરાધ ખૂબ જ સંગીન હોય. અને કોઈપણ અપરાધીને ફાંસી આપવાની પ્રક્રિયા પણ ખૂબ આસાન હોતી નથી. પિક્ચર ની અંદર જેટલી આસાનીથી કોઈપણ વ્યક્તિને ફાંસી આપી દે છે ખરેખર ફાંસી આટલી આસાન હોતી નથી.
કોઈપણ કેદીને ફાંસી આપતા વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે ફાંસી કઈ જગ્યાએ આપવામાં આવે છે, કયા સમયે આપવામાં આવે છે અને કોના દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત ફાંસી આપતી વખતે ફાંસીના માંચડા પાસે ઘણા લોકો મોજુદ હોય છે. જેની અંદર તે જેલ નો જેલર, વકીલ અને ડોક્ટર તથા જલઃલાદ સામેલ હોય છે. અહીં વકીલ ફાંસી આપવાનો સમય નોંધે છે અને ડોક્ટર એ વાતની પુષ્ટિ કરે છે કે ગુનેગાર ખરેખર મર્યો છે કે નહીં.
ભારત દેશની અંદર ફાંસી આપવા માટે સરકારે ખાસ જલ્લાદને નોકરી પર રાખેલા હોય છે. કોઈપણ કેદીને ફાંસી આપવાનું કામ આ જલાદ નું હોય છે. જ્યારે પોલીસ અને વકીલ ઈશારો કરે કે તરત જ એ જલ્લાંદ તે ગુનેગારને ફાંસીના માચડા પર ચડાવી દે છે. પરંતુ ફાંસી આપતા પહેલા દરેક ગુનેગાર ના કાન માં એક વસ્તુ કહે છે. તો ચાલો જાણીએ શું છે એ વાત.
ભારત દેશની અંદર હાલમાં ફાંસી આપવા માટે માત્ર બે જ જલ્લાદ ઉપલબ્ધ છે અને તેને એક મહિનાના ત્રણ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે આ જલ્લાદ દ્વારા કોઈ આતંકવાદી કે કોઈ વિશિષ્ટ ગુનેગારને ફાંસીના માંચડા પર ચઢાવવામાં આવે છે, ત્યારે તે જલ્લાદને વિશિષ્ટ પૈસા મળે છે. જેમકે ઇન્દિરા ગાંધીના હત્યારાને ફાંસી આપતી વખતે તેના જલ્લાદ ને તેના જલ્લાદને 25 હજાર રૂપિયા મળ્યા હતા.
પરંતુ જ્યારે કોઈ જલ્લાદ કોઈ ગુનેગારને ફાંસી આપે છે, ત્યારે તે જલ્લાદ તેના કાનમાં છેલ્લે છેલ્લે એક વાક્ય બોલે છે.
“ હિંદુ ભાઈ ને રામરામ અને મુસ્લિમ ભાઈ ને સલામ, અમે શું કરી શકીએ કેમકે અમે છીએ સત્તાના ગુલામ”
આટલું વાક્ય બોલીને જલ્લાદ કોઈપણ ગુનેગારને ફાંસીના માચડે ચડાવી દે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.