ગુજરાતના લગભગ દરેક વિસ્તારમાં ફાડાની લાપસી ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સ્વાદમાં ખુબ મીઠી લાગતી આ વાનગી ગુજરાતના દરેક સ્થળોએ જોવા મળે છે અને દરેક ઘરોમાં આ ફાડા લાપસી બનાવવામાં આવે છે. શેકેલા ઘઉંમાંથી બનાવેલ આ ફાડા લાપસી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. આ ફાડા લાપસી નો દેખાવ તેની સુગંધ અને સ્વાદ મનમોહક કરનાર હોય છે. તો ચાલો જાણીએ એકદમ નવી અને ચટાકેદાર ફાડા લાપસી બનાવવાની રેસીપી.
જરૂરી સામગ્રી:-
- અઢીસો ગ્રામ ઘઉંના ફાડા
- અઢીસો ગ્રામ ખાંડ
- એક ગ્લાસ પાણી
- ચારથી પાંચ એલચીનો પાવડર અને
- એક મોટો ચમચો ઘી
- ગાર્નિશીંગ માટે કાજુ બદામ અને દ્રાક્ષ
બનાવવાની રીત:-
સૌ પ્રથમ એક કડાઈ ની અંદર ગાયનું શુદ્ધ દેશી ઘી ઉમેરી તેની અંદર અઢીસો ગ્રામ જેટલા ઘઉંના ફાડા નાખીને તેને બરાબર શેકો. ઘઉંના ફાડા શેકવા માટે ગેસની આંચ મધ્યમ રાખવી તથા પાંચથી સાત મિનિટ સુધી આ ઘઉંના ફાડા શેકવાથી તે બ્રાઉન રંગના થઈ જશે. ઘઉંના ફાડા શેકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ઘઉં ના ફાડા ને સતત હલાવ્યા કરવા. જો આમ ન કરવામાં આવે તો તળિયે રહેલા ઘઉંના ફાડા એકદમ બળી જશે જેથી લાપસીનો સ્વાદ વિખાઈ જશે.
ઘઉંના ફાડા બરાબર શેકાય જાય ત્યારબાદ તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગેસને ફૂલ કરી દો. હવે જ્યાં સુધી આ પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આ મિશ્રણને સતત હલાવતા રહો. જેવું જ પાણી ઉકળવાની શરૂઆત થાય કે તરત જ તમારો ગેસ ધીમો કરો જેને કારણે ઊકળતું પાણી બળી ન જાય. ત્યારબાદ આ મિશ્રણની અંદર અંદાજે અઢીસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરો. જો કોઈ વ્યક્તિને થોડી મોરી લાપસી પસંદ હોય તો તે ખાંડનું પ્રમાણ ઘટાડી શકે છે. ખાંડ ઉમેર્યા બાદ આ મિશ્રણને બરાબર હલાવી ને ખાંડને અખા મિશ્રણમાં ભેળવી દો ત્યાર બાદ અંદાજે હજી પાંચ મિનીટ સુધી પાકવા દો.
હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લઈ તેમાં એલચી પાઉડર ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દો. ચૂલા પરથી ઉતાર્યા બાદ આ લાપસી ની અંદર અંદાજે ૨ થી ૩ ચમચી ઘી નાખીને બરાબર હલાવી. દો બસ આ રીતે તૈયાર છે ફાડા લાપસી હવે ગાર્નિશિંગ માટે તેના ઉપર કાજુ, બદામ અને કિસમિસ ગાર્નિશિંગ કરો તથા ગરમા ગરમ સર્વ કરો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.