ફેસબુક નું નામ પડતાં જ લોકો ના દિલ માં હલચલ મચી જાય છે. કેમકે આજની યુવાન પેઢી ને ફેસબુક એક એવું માધ્યમ મળી ગયું છે, કે જેના દ્વારા લોકો દરરોજ ને દરરોજ નવો પ્રેમ ગોતે છે. આજે હજારો લોકો ફેસબુક પર નવા નવા જીવન સાથીની શોધમાં રહેતા હોય છે. આજે ભારત દેશના મોટાભાગના લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે અને દરેક લોકો તેને સારી રીતે અને ખરાબ એમ બંને રીતે ઉપયોગ કરતા હોય છે.
ફેસબુક પર પ્રેમ કરનારા લોકોનો સિલસિલો સૌથી પહેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ દ્વારા શરૂ થાય છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ લોકો એકબીજા સાથે ચેટિંગ ની શરૂઆત કરે છે. ત્યારબાદ આ ચેટિંગ ધીમે ધીમે પ્રેમ તરફ ઢળતી જાય છે અને અંતે લોકો એકબીજાને મળવા સુધી પહોંચી જાય છે. ત્યાં સુધી ખરેખર આ બંને લોકો એકબીજાને જોયા વગર જ એકબીજાથી આંધળો પ્રેમ કરતા હોય છે અને જ્યારે તેઓ એકબીજાને જુએ છે ત્યારે જ તેને સાચી હકીકત ની ખબર પડે છે કે સામેવાળો વખતે ખરેખર છે કોણ.
અને આવો જ કિસ્સો તાજેતરની અંદર એક જગ્યાએ બનેલો છે. આ કિસ્સો બન્યો છે યુપીના એક શહેરની અંદર જેમાં તાજા જ લગ્ન થયેલા બંને યુગલો ને એકબીજાનો સાથ ખૂબ ઓછો પસંદ હતો. જેને કારણે તે લોકો ફેસબુક પર પોતાના ફ્રેન્ડ સાથે ચેટિંગ માં વ્યસ્ત રહેતા હતા. પતિ અને પત્ની ને એકબીજાની જાણ ન હતી કે તે ખરેખર ફેસબુક પર કોની સાથે વાત કરે છે. પતિ અને પત્ની બંને અલગ-અલગ રીતે ફેસબુક પર પોતાના ફેન બનાવી ને તેની સાથે પ્રેમ રંગે રમતા હતા.
પરંતુ હકીકતમાં એ બંને લોકોને એ વાતનો ખ્યાલ ન હતો કે તેઓ જે વ્યક્તિની સાથે પ્રેમ ના ગુણ લાવી રહ્યા છે તે તેની સામે વાળી પાર્ટનર જ છે. આ બંને લોકો એકબીજાથી અજાણ્યા થઈને વાત કરતા હતા તથા તેમના પ્રોફાઇલ પિક્ચર પણ અલગ-અલગ હતા. જેને કારણે તે બંને લોકો એકબીજા ને ઓળખી શક્યા ન હતા.
તેમની આ કહાની ની શરૂઆત પણ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ થી શરૂ થઈ હતી. પતિ અને પત્નીએ ફેસબુક પર કોઈ અજાણ્યા વ્યક્તિને જ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી પરંતુ હકીકતમાં તે તેની સાચી પાર્ટનર જ હતી. આ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ બંને એક બીજા સાથે ચેટિંગ કરવાની શરૂ કરી હતી ત્યાર બાદ તેનું ચેટિંગ ધીમે ધીમે પ્રેમ ની અંદર પરિણમતું ગયું. અને એક સમય એવો આવ્યો કે તેને લાગ્યું કે હવે તે બંને ને એકબીજા સાથે મળવું જોઈએ અને આમ વિચારીને તે બંને યુપીના એક રેસ્ટોરેન્ટની અંદર મળવાનું નક્કી કર્યું.
જે દિવસે મળવાનું નક્કી કર્યું હતું તે દિવસે પતિ અને પત્નીએ એકબીજાથી છુપાઈને એકદમ તૈયાર થઈ ટાઈટ માઇટ થઈ અને તે રેસ્ટોરન્ટમાં મળવા ગયા. પરંતુ જેવા જ એ બંને રેસ્ટોરેન્ટની અંદર એકબીજા સાથે મળે છે, કે તરત જ તેને ખ્યાલ આવી જાય છે કે ખરેખર ઈન્ટરનેટ પર ફેસબુક પર જે વ્યક્તિ સાથે તેઓ પ્રેમની રમત રમી રહ્યા હતા તે ખરેખર તેનો સાચો પાર્ટનર જ હતો.
અને જ્યારે બન્ને વ્યક્તિને આ વાતની જાણ થાય છે ત્યારે બંને એ પેલેસની અંદર ઝઘડી પડે છે અને તેમનો પ્રેમ એક ઝઘડાની અંદર પરિણામે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.