ખીચડી એ આપણા દેશનો પારંપરિક ખોરાક છે. કેમ કે ભારત દેશના દરેક ખુણાની અંદર ખીચડી બનાવવામાં આવે છે. કોઈ રાજ્ય, કોઈ પ્રજાતિ કે કોઈ ધર્મના લોકો એવા નહીં હોય કે જે ખિચડી ન બનાવતા હોય. આથી જ આપણે ખીચડી ને આપણુ રાષ્ટ્રીય ભોજન પણ જાહેર કરી શકીએ છીએ. આપણે ત્યાં વિવિધ પ્રકારની ખીચડીઓ બનાવવામાં આવે છે. જેમાં ચોખા અને મગની દાળની સાથે અલગ-અલગ પ્રકારની અનેક વસ્તુઓ ભેળવીને જાતજાતની ખીચડી બનાવવામાં આવે છે.
ઘણા મંદિરો ની અંદર તો ખીચડી ને પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે અને લાખો લોકો આ મંદિરની અંદર ખીચડીનો પ્રસાદ મેળવીને તૃપ્ત થાય છે. આપણે અનેક અલગ અલગ સ્વાદ વાળી અને અલગ અલગ વસ્તુઓ ખીચડી ખાધી હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી ખીચડીની રેસિપી કે જે ખાઈને તમને બીજી કોઈ ખીચડી નહીં ભાવે તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
સામગ્રી:-
500 ગ્રામ ચોખા, સો ગ્રામ મગની દાળ, ૫૦ ગ્રામ અડદની દાળ, 1 ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણા સમારેલા ટમેટા, એક ચમચી ગરમ મસાલો, ઝીણા સમારેલા મરચા, બે સુકી લાલ મિર્ચ, એક કટકો આદુનો, અડધી ચમચી હળદર, લીલા ધાણા
વઘાર માટે લીમડો, 1 મોટો ચમચો તેલ, સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીત :-
સૌથી પહેલા બધી જ દાળ અને પાણીથી બરાબર સાફ કરી લો. ત્યારબાદ ચૂલા પર કુકર મૂકીને તેમાં એક ચમચો તેલ નાંખો ત્યારબાદ તેમાં જીરૂ ગરમ મસાલા અને લાલ મિર્ચ નો વઘાર લગાવો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટમેટા ઉપરાંત હળદર ધાણાજીરું ગરમ મસાલો અને મીઠો લીમડો નાંખી બરાબર પાકવા દો.
જ્યારે ટામેટા અને ડુંગળી બરાબર પાકી જાય અને આછા ગુલાબી રંગના થઈ જાય ત્યાર બાદ તેમાં આ ત્રણેય દાળો મિક્સ કરી દો અને ત્યારબાદ તેમાં દાળ ત્રણ આંગળ ડૂબે ત્યાં સુધી પાણી ભરી દો. તેમાં ઉપરથી સ્વાદ અનુસાર મીઠું અને હળદર પણ ઉમેરી દો. ત્યારબાદ કુકર ને બંધ કરી અને ખીચડીને બરાબર પાકવા દો. ત્રણ સીટી સુધી ખીચડી ને બરાબર ચડવા દો. ત્રણ સીટી વાગી જાય ત્યાર બાદ ગેસ બંધ કરીને ખીચડી ને બરાબર હલાવી એક સર્વિંગ પેનમાં કાઢી લો.
ત્યારબાદ તેમાં ઉપરથી ધાણા ભાજી અને લીલા મરચા નું ગાર્નિશિંગ કરી ગરમાગરમ પીરસો. આ રીતે તૈયાર છે વઘારેલી અને એકદમ ચટપટી ખીચડી ખાઈને તમે પણ આંગળા ચાટતા રહી જશો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.