એવી જગ્યા કે જ્યાં થી ખુલ્લા મેદાનો અને ખેતરોમાંથી લોકો વીણીને લઈ જાય છે હીરા ભારતમાં જ આવેલ છે આ જગ્યા

વરસાદની ઋતુ દરેક લોકો માટે એક નવી આશા લઈને આવે છે કેમ કે વરસાદની ઋતુમાં જ અનેક લોકો મજૂરી મેળવે છે. ખેડૂતો પોતાના ખેતરો ખેડ્યા છે અને વિવિધ જાતના પાક ઉત્પાદન કરે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. તથા સમગ્ર ભારત દેશનું પેટ ભરે છે. ભારત દેશની અંદર કરોડો લોકો દરરોજ ચોમાસાની ઋતુમાં વરસાદ ની રાહ જોતા હોય છે. કે જેથી કરીને તેને જીવન જરૂરી પાણી પણ મળી રહે તથા ખાવા-પીવાનું તથા જીવન જરૂરી બીજી દરેક વસ્તુઓ મળતી રહે.

પરંતુ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગામડાઓમાં આવેલા લોકો માટે આ વરસાદ કંઈક અલગ વસ્તુ જ લઇને આવે છે. જી હા મિત્રો આંધ્રપ્રદેશના જિલ્લાની અંદર તથા જિલ્લાની આસપાસ રહેતા ગામના લોકો માટે આ વરસાદ ધન કમાવાનો એક નવો મોકો લઈને આવે છે. સાંભળીને તમને વિચિત્ર લાગશે પરંતુ આ હકીકત છે તો ચાલો જાણીએ શું છે આખી હકીકત.

આંધ્ર પ્રદેશ ની અંદર આવેલા આ જિલ્લાની જમીન ને હીરા ની ધરતી કહેવામાં આવે છે. કેમકે અહીં આવેલી આસપાસની જમીન માં વિપુલ માત્રામાં ખનીજ પદાર્થ ઉપલબ્ધ હોય છે અને આ જ બધા ખનીજ પદાર્થોમાંનો એક ખનિજ પદાર્થ છે હિરો. વરસાદની ઋતુ શરૂ થતાં જ આ જગ્યા ના લોકો ઉપરાંત આસપાસની જગ્યા ના લોકો પણ આ પહાડી વિસ્તારોમાં જમા થઈ જાય છે અને ત્યાંથી વિવિધ જાતના હીરા શોધવાની શરૂઆત કરી દે છે.

અહીંના લોકોની ખાસ વાત એ છે કે તેઓ હીરાના એટલા બધા પારખી છે કે પથ્થરના ઢગલા માં પણ કોઈ જગ્યાએ જો નાનો એવો હીરો પડ્યો હોય તો તે તેની નજરથી બચી શકતો નથી અને આ લોકો તરત જ તેને ઓળખી લે છે અને પોતાની પાસે સંગ્રહ કરી લે છે. વરસાદની ઋતુમાં આ જગ્યામાં લોકો પોતાના ખેતીના તથા મજૂરીનાં કામ છોડીને પોતાનું નસીબ અજમાવવા માટે ઉમટી પડતા હોય છે જે લોકોને હીરા મળી જાય છે તે લોકો માલામાલ થઈ જાય છે અને ઘણા લોકો એવા હોય છે કે જેને ખાલી હાથે પણ જવું પડતું હોય છે.

અહીં હીરા ગોતવા માટે આવનારા લોકોનું એવું કહેવું છે કે તે આ પહાડી વિસ્તારમાં સામાન્ય પથ્થરોથી અલગ લગતા દરેક પથ્થરો પોતાની પાસે સાચવી લે છે અને ત્યારબાદ તેમાંથી એક એક પથ્થરની જાંચ પડતાલ કરીને તેમાંથી હીરાના પથ્થરો અલગ કરી લે છે. જે લોકોનું ભાગ્ય સારું હોય તે લોકોને હીરાના મોટા મોટા પથ્થરો પણ ભાગમાં આવે છે અને જે લોકોનું નસીબ ખરાબ હોય તે ના ભાગમાં હીરાની નાની એવી પણ આવતી નથી.

અહીંના લોકોનું કહેવું છે કે જો તેના હાથમાં નાનો એવો હીરો પણ આવી જાય તો તે તેના આખા વર્ષના ગુજરાન ચલાવવા માટે પૂરતો હોય છે અને આથી જ લોકો ચોમાસાની આ ઋતુ ની અંદર પોતાના બીજા કામ ધંધા છોડીને હીરાની શોધમાં આ જગ્યાએ આવી જાય છે અને પોતાનું નસીબ અજમાવતા હોય છે. સામાન્ય રીતે જે લોકો અહીં આવતા હોય છે તે સૂર્યના તડકામાં કામ કરવાનું પસંદ કરે છે કેમકે સૂર્યના તડકામાં આ હીરાના પથ્થરો ચમકતા હોય છે અને આથી જ તેને ગોતવામાં ખૂબ આસાની રહે છે.

અહીંના સ્થાનિક લોકો બતાવે છે કે અહીં પ્રાચીનકાળથી હીરા અને હીરા જેવા જ કીમતી પથ્થરો નો વેપાર થતો હતો. અહીંયા ખુલ્લામાં જ આવા કીમતી પથ્થરો અને હીરાનો વેપાર થતો હતો. પરંતુ જ્યારે આ સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે આવા કીમતી પથ્થરો ની લૂંટ મચી હતી અને તેવામાં જ અમુક કીમતી પથ્થરો આ પહાડીઓમાં છુપાવી દેવામાં આવ્યા હતા. જેને કારણે ધીમે ધીમે હવે તે ઉપર આવતા જાય છે અને લોકો તેને શોધીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે અને અમુક લોકો પૈસાદાર પણ બની જાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *