મિત્રો આયુર્વેદ ની અંદર આપણી આસપાસના અમુક એવા છોડ તથા વનસ્પતિઓનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય સુધારવા માટે કરવા ની સલાહ આપવામાં આવી છે. જે અનુસાર ગમે તેવી બીમારી હોય આપણે આ વનસ્પતિઓનો ઉપયોગ કરી તે ઈજા તથા ચામડીની બીમારીમાંથી રાહત મેળવી શકીએ છીએ.
આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જ એક છોડની કે જેના દ્વારા લગભગ બધા જ પ્રકારની ઈજા તથા ચામડીની બીમારીમાંથી કરી શકાય છે. જી હા, દુનિયાની કોઈ બીમારી એવી નહીં હોય કે જે આ છોડ દ્વારા ઠીક ન થતી હોય. આ વનસ્પતિ આપણી આસપાસ દરેક જગ્યાએ જોવા મળે છે. આ વનસ્પતિ કચરાના ઢગલા નીચે કે રોડની કિનારીઓ પર પણ જોવા મળે છે. સામાન્ય રીતે પીળા ફૂલ વાળા આ બારમાસી ઝાડને આપણે ઉત્કંટો તરીકે ઓળખીએ છીએ.
ગુજરાતીમાં આપણે જેને ઉત્કંટો તરીકે ઓળખીએ છીએ તેને હિન્દીમાં ભટકૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ બહુ ઓછા વ્યક્તિઓ આ છોડ વિશે જાણતા હશે કે આ છોડ તમને બચાવી શકે છે દરેક બીમારીઓમાંથી. આયુર્વેદ પ્રમાણે આ છોડ ખૂબ જ ઉપયોગી ઔષધ છે. તો ચાલો આપણે જાણીએ આ વનસ્પતિ ના ફાયદાઓ.
આ વનસ્પતિનાં પાંદડાં તથા તેમાં રહેલા તત્વો તમને ચામડીને લગતી લગભગ દરેક સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. આ આ વનસ્પતિના પાન તમને દાદ, ખાજ, ખુજલી, ખરજવું, કોડ, ગુમડા, ખીલ, અને ધાધર જેવી અનેક બીમારીઓ માંથી મુક્તિ અપાવે છે. આ માટે તમારે આ ઝાડનો લેપ અથવા તો તેનો રસ તમારી ત્વચા પર લગાવવું પડે છે. જો તમને કોઈ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો તેમાં પણ આ વનસ્પતિનો રસ ખૂબ જ કારગર સાબિત થાય છે.
આ છોડનો પહેલાંના જમાનાથી આ ઝાડનું એક ખૂબ જ સારા એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કોઈ વ્યક્તિને શરીર પણ ઘાવ થયો હોય ત્યારે તરત જ તેની આસપાસ મળતું આ છોડ લઈ તેના પાંદડાનો છૂંદો કરી એ ઘા પર લગાવી દેવામાં આવતો હતો. જેને કારણે આ વહેતું લોહી બંધ થઈ જાય તથા તેને બીજા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થવાનો ભય રહેતો નથી.
આમ આપણી આસપાસ કચરાના ઢગલા પાસે કેરોલના કિનારા પાસે જોવા મળતું આ છોડ ખુબજ કામનું છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.