જ્યારે બાળક ગર્ભમા હોય છે, તો તેને બધુ જ પોષણ માતાના ગર્ભમા ગર્ભનાળ એટલે કે એમ્બેલિકલ કોર્ડથી મળે છે. નવ મહિના સુધી બાળક માતાના ગર્ભાશયમા રહેલા પ્લેસેન્ટાની અંદર જ રહે છે. જન્મ થયા બાદ તરત જ આ ગર્ભનાળ થોડી દૂરથી કાપીને અલગ કરવામા આવે છે. અને બાળકની નાભિની સાથે ગર્ભનાળનો માત્ર નાનો ભાગ જ રહે છે, જે થોડા દિવસમા આપમેળે સુકાઈને ખરી જતો હોય છે. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે, પણ એક માતાએ આ પરંપરા તોડીને પોતાના બાળકને ગર્ભનાળથી અલગ જ ન કર્યું! આ વાત ચર્ચાનો વિષય બની ગઈ છે.
અમેરિકાના ટેક્સસમા રહેતી વેનિસા એક ફિશર ફ્લાઇટ અંટેન્ટેન્ડ છે અને બે બાળકની માતા છે. તેમનો મોટો પુત્ર ૧૧ વર્ષનો છે અને નાનો પુત્રનો જન્મ આ વર્ષે જ જાન્યુઆરીમા થયો. તેનુ નામ એશ્ટન રાખ્યુ. આ ચોંકાવનારી ઘટના પણ નાના પુત્ર એશ્ટનની સાથે જ જોડાયેલી છે.
જ્યારે વેનેસા ગર્ભવતી હતી, એ સમય દરમિયાન ઈન્ટરનેટ પર ગર્ભાવસ્થા અને બાળકના જન્મની ને લગતી ઘણી જાણકારી મેળવી તેમને મેળવી હતી. ઇન્ટરનેટથી જ તેને લોટસ બર્થ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી અને તેણે નક્કી કર્યું કે તે પોતાના બાળકનો જન્મ લોટસ બર્થ પ્રક્રિયાથી જ કરશે.
શુ છે લોટસ બર્થ?
લોટસ બર્થની પ્રક્રિયામા બાળકના જન્મ પછી તેની ગર્ભનાળ એટલે એમ્બેલિકલ કોર્ડ કપાતી નથી. આ નાળને બાળકની સાથે જ જોડાયેલી રાખવામા આવે છે. પછી તે સૂકાઈને આપમેળે જ અલગ થઇ જતી હોય છે. આનાથી ગર્ભનાળમા રહેલા લોહી અને પોષણ તત્વો બાળકમા ટ્રાન્સફર થઈ જાય છે.
વિગત અનુસાર વેનેસાએ આની જાણકારી ફેસબુક પર પોતાના બાળકના ફોટા સાથે પોસ્ટ કરી છે. વેનેસાને જ્યારે લોટસ બર્થ વિશે જાણવા મળ્યુ, ત્યારે તેને આ ખૂબ ભાવુક કરવાવાળી સ્થિતિ લાગી. વેનેસાને લાગ્યુ કે જે બાળક નવ મહિના સુધી ગર્ભનાળથી જોડાયેલુ રહે છે, તેને અચાનક આવી રીતે અલગ કરી દેવુ બાળક માટે દર્દનાક અનુભવ હશે. તેને લાગ્યુ કે બાળકને કેમ ગર્ભનાળથી અલગ કરવો જોઈએ. જ્યા સુધી ગર્ભનાળ આપમેળે જ કુદરતી રીતે અલગ ન થાય.
વેનેસાની કઝીને એશ્ટનને એક સુંદર પ્લેસેન્ટા બેગ ભેટ કરી છે. ઇન્ફેક્શનથી બચવા માટે વેનેસાએ ગર્ભનાળ અને પ્લેસેન્ટામા એસ્ટ્રિજેન્ટ યુક્ત સુગાંધીત હર્બ્સથી કવર કરીને રાખ્યુ છે. વેનેસાએ અનુભવ કર્યો છે કે પ્લેસેન્ટાથી જોડાયેલા બાળકો વધારે શાંત પ્રકૃતિના હોય છે, કેમ કે તે જન્મ પછી પણ ગર્ભનાળથી જોડાયેલા મેહસૂસ કરતા હોય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ ગર્ભાવસ્થા દરમ્યાન પ્લેસેન્ટામા ખૂબ જ વધારે આયર્ન અને પોષક તત્વો જમા થયેલા હોય છે અને જન્મ પછી ગર્ભનાળથી બાળકને વધારે સમય સુધી જોડાયેલા રાખવાથી આ પોષક તત્વો બાળકમા ટ્રાન્સફર થઈ જાય છે. આથી બાળકને આયર્નની ઊણપ કોઈ દિવસ થતી નથી.
લોટસ બર્થ વિશે ડોક્ટરોની માન્યતા:
લોટસ બર્થ વિશે અલગ-અલગ ડોક્ટરોની વિવિધ માન્યતા છે. ઘણા ડોક્ટરોનુ માનવુ છે કે લોટસ બર્થ બાળકો માટે સારુ હોય છે, જ્યારે તેની દેખભાળ ખુબ સાવધાનીપૂર્વક કરવી પડે છે. ત્યારે ઘણા ડોક્ટરો પ્લેસેન્ટાને ડેડ ટિશ્યૂ માને છે, જેનુ બાળકથી જોડીને રાખવામા કોઈ સમર્થન નથી.
અમેરિકાના એક કોલેજિન સર્વેમા જોવા મળ્યુ કે બાળકની ગર્ભનાળ અલગ કરવામા જો ૩૦ થી ૬૦ સેકન્ડ જેટલુ મોડુ કરવામા આવે, તો બાળકને પ્લેસેન્ટામા રહેલુ લોહી, પોષક તત્વો અને આયર્ન પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ લાંબા સમય સુધી ગર્ભનાળને બાળકથી જોડાયેલી રાખવામા આવે તો આર્યન અને પોશાક્તત્વ વાળા ફાયદાઓમા હજુ સંદેહ છે.