દુનિયાનો આ અનોખો પુલ ટકી રહ્યો છે ભગવાન ના હાથમા તમે પણ જોઈ લો

આજના સમયમાં દુનિયામાં ઠેરઠેર આર્કિટેક્ચરના એવા નમૂનાઓ બનાવવામાં આવે છે કે જે જોઈને કોઈપણ વ્યક્તિને વિશ્વાસ ન થાય કે આ ક્રિએશન મનુષ્ય દ્વારા કરેલું છે. આજે ઠેર-ઠેર એવા અલગ અલગ આકાર ના અને એવી અલગ અલગ ઊંચાઈના બિલ્ડીંગો તથા આકૃતિઓ બની રહી છે કે.જે મનુષ્યની સમજથી પરે છે.

આજના કન્સ્ટ્રક્શન જોઈને આપણે લોકો પણ ઘણી વખત દંગ રહી જતા હોઈએ છીએ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એક માનવનિર્મિત ક્રિએશન કે જે જોઈને તમે પણ દંગ રહી જશો. હાલમાં જૂન મહિનામાં જ આ સ્થળ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો ચાલો જોઈએ કઈ છે એ જગ્યા.

અમે જે આર્કિટેક્ચર ના નમુના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે ગોલ્ડન બ્રિજ આ બ્રિજની ખાસિયત કંઈક આવી છે કે તે નીચેથી અન્ય કોઈપણ જાતના સપોર્ટ વગર માત્ર બે મોટા હાથના સપોર્ટ ઉપર આખો પુલ ઊભેલો છે. જ્યારે તમે આ બ્રિજની તસવીરો જોશો ત્યારે તમને એમ જ લાગશે કે આ બંને હાથ દ્વારા જ સમગ્ર પુલ ને ટેકો આપવામાં આવ્યો છે.

સામાન્ય રીતે એક નજરે જોતાં એવું જ લાગશે કે ભગવાન દ્વારા આ પુલને પોતાના હાથથી ટેકો આપવામાં આવ્યો છે અંદાજે દરિયાની સપાટીથી 1400 મીટર જેટલી ઊંચાઇએ આ પુલ બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ અંદાજે 150 મીટર જેટલી છે આજે દુનિયાભરના લોકોને આ પુલ એ પોતાના તરફ આકર્ષિત કર્યા છે.

જ્યારે આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે હજારો લોકો આ પુલને જોવા માટે ઉમટી પડ્યા હતા જંગલોની વચ્ચોવચ બનાવવામાં આવેલા આ પુલને બનાવવા માટે માત્ર એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અહીં આગળ લોકોને આકર્ષિત કરવા માટે પુલની બંને સાઇડ વિવિધ જાતના રંગબેરંગી ફૂલો ઉગાડવામાં આવ્યા છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *