સામાન્ય રીતે આપણી આસપાસ અનેક જાતના ઝાડી-ઝાંખરાઓ અને વનસ્પતિઓ મળી આવે છે.પરંતુ આમાંથી અમુક વસ્તુઓ એવી હોય છે જે આપણા માટે નુકસાનકારક અને ઝેરી હોય છે. જ્યારે અમુક વનસ્પતિ એવી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ આપણે આવી વનસ્પતિઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી હોય છે. તથા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ આપણને ખ્યાલ હોતો નથી અને આથી જ આપણે આવી વનસ્પતિઓનો નાશ કરી દઈએ છીએ.
પરંતુ જો આપણી આસપાસ થતી આવી વનસ્પતિઓનો યોગ્ય ઉપયોગ આપણે જાણી લઈએ તો આપણે આપણા રોજિંદા જીવનની અંદર થતી નાની નાની દરેક બીમારીઓથી બચી શકીએ છીએ. તથા અને ગંભીર બીમારીઓનો ઈલાજ પણ આ જ વનસ્પતિઓમાંથી કરી શકીએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક વનસ્પતિ કે જે આપણી આસપાસ થાય છે. પરંતુ તેના ગુણ વિશે આપણે લોકો જાણતા નથી.
અમે જે વનસ્પતિની વાત કરવા જઈ રહ્યા છીએ તેને આપણી ગુજરાતી ભાષાની અંદર ભોરીંગણી કહેવામાં આવે છે. હિન્દી ભાષામાં તેને ભટકટૌયા પણ કહેવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં આ છોડને ભોરીંગણી દ્વારા જ ઓળખવામાં આવે છે અને આપણા વૃદ્ધો આ છોડને જોતાં જ ઓળખી જાય છે. આ છોડ આપણા ઘરની આસપાસ ઉગતા ઘાસ માં જોવા મળે છે તથા તે અનેક ઝાડી-ઝાંખરાઓ ની વચ્ચે પણ આ પ્રકારના છોડ ઊગી નીકળે છે. આ છોડ ઉપર વાંકીચૂકી ડાળીઓ હોય છે. તથા ઝીણા ઝીણા કાંટાઓ પણ હોય છે અને તેના ઉપર નાના નાના ગોળાકાર ના ફળ થાય છે. તથા તેના ફૂલ જાંબલી અને પીડા રંગના હોય છે.
આ ભોરીંગણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ વનસ્પતિ આપણને ચામડીને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે. આ ભોરીન્ગણીનો ઉપયોગ દાદ, ખાજ, ખરજવું, શરદી, ઉધરસ, અસ્થમા, કેન્સર અને ઇન્ફેકશન જેવા અનેક રોગો ની અંદર કરવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર કહેવામાં આવ્યું છે કે આ વનસ્પતિ નું સેવન કરવાથી કોઇપણ જાતની સાઈડ ઈફેક્ટ થતી નથી.
આમ આપણી આસપાસ મળી આવતું આ સામાન્ય એવી વનસ્પતિ છે. જે આપણને અનેક રોગોમાંથી મુક્તિ અપાવી શકે છે. પરંતુ તેનો ઉપયોગ કરવાની સમજણના અભાવે આપણે ફરજિયાત પણે નો સહારો લેવો પડે છે. પરંતુ હવે પછી જો તમને કોઈ બીમારી થાય તો તમે અવશ્ય ઉપયોગ કરજો આ ભોરીંગણી નો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.