મિત્રો ડુંગળી વિશે આપણે દરેક જાણીએ જ છીએ. ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે. કેમકે તેમાં રહેલા ગુણ વ્યક્તિઓને અનેક રીતે લાભકારી છે ડુંગળીને તમે ગ્રેવી બનાવવામાં, શાકના વઘારમાં તથા કાચા તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આપણા દરરોજના ભોજનમાં લગભગ ક્યારે પણ એવું ન બન્યું હોય કે, તેમાં ડુંગળીનો ઉપયોગ ન થયો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગરીબોની આ કસ્તુરી ના ફાયદા.
ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. નિયમિતરૂપે ડુંગળીના સેવન કરવાના કારણે આપણને અનેક બીમારીઓમાં રાહત મળે છે.
દાંતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ડુંગળી રામબાણ ઈલાજ છે. જો તમારા દાંત કે પેઢા હોય તો તેમાં ડુંગળીના રસથી માલિશ કરવાથી દાંતના દુખાવાથી રાહત મળશે. આ ઉપરાંત દાંતમાં થયેલા પાયોરિયાને દૂર કરવા માટે પણ ડુંગળીનો રસ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ડુંગળીની વાસ ભલે આપણને ન ગમતી હોય પરંતુ તેનો રસ આપણા માટે તથા આપણા દાંતની બીમારીઓ માટે એક અકસીર ઈલાજ છે.
પહેલાના સમયમાં જ્યારે ગર્ભનિરોધક ગોળીઓ ઉપયોગ ન થતો. ત્યારે મહિલાઓ આ ગોળીઓ ની જગ્યાએ ડુંગળીનો ઉપયોગ કરતી હતી. કેમકે ડુંગળીના યોગ્ય રીતે સેવન કરવાના કારણે મહિલાઓ પોતાની ઇચ્છા વગર ગર્ભધારણ કરી શકતી નહોતી.
એ ડુંગળી કે જે ગર્ભનિરોધક તરીકે વપરાય છે, તે જ ડુંગળીનું યોગ્ય વિધિ સાથે મેળવીને સેવન કરવાથી તેનો ઉપયોગ ગર્ભધારણ કરવા માટે પણ થાય છે. અમુક સ્ત્રીઓ કે જે ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ ન હોય અથવા તો તેને લગતી કોઈ બીમારી હોય તો ડુંગળીના ઔષધીય ગુણને કારણે તેની એ બીમારીમાંથી રાહત મળતી..
જે લોકોને ગેસની બીમારી હોય તેવા લોકો માટે ડુંગળી તથા બટેટાનું મિશ્રણ ખરાબ ગણવામાં આવે છે. કેમકે ડુંગળી અને બટાટા ના મિશ્રણ ના કારણે તેના પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. આથી બને ત્યાં સુધી દેશના દર્દીઓએ ડુંગળી અને બટાટા એકસાથે સેવન ન કરવું જોઈએ.
ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવી છે કેમકે, ડુંગળી ની અંદર રહેલા તત્વો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આથી ગરીબ માણસો કે જે મોટી મોટી અપાર બીમારીઓની સારવાર નથી કરી શકતા તેના માટે ડુંગળી એ સૌથી કારગર સાબિત થાય છે.
જો નાના બાળકો પેટમાં રહેલા કૃમિના કારણે પીડાતા હોય તો, તેના માટે તેને દર બે કલાકે એક ચમચી ડુંગળીનો રસ પાવાથી તેના પેટમાં રહેલા કૃમિ તથા કીડા મરી જાય છે. અને બાળક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
રાત્રે સૂતા સમયે મોજા ની અંદર ડુંગળીના કટકા રાખી દેવાથી તમારા શરીરમાં રહેલા કીટાણુઓ દૂર થાય છે. જે તમને અનેક ઈંફેક્શનથી બચાવે છે. આ ઉપરાંત ઉનાળાના દિવસો દરમિયાન આમ કરવાથી તમે લૂ લાગવાથી બચી શકો છો.
આમ ગરીબોની કસ્તુરી મનાતી આ ડુંગળી કોઈપણ વ્યક્તિ સેવન કરે તો તેના માટે તે એક અમૃત સમાન સાબિત થાય છે. ડુંગળીના સેવન કરવાના કારણે લોકો અનેક પ્રકારની બીમારીઓ માંથી દૂર રહે છે તથા તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…